વાંકાનેરમાં વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી લેતી એસઓજી

- text


રૂપિયા ૩૦૦૦ ના સિગારેટના જથ્થા સાથે વેપારી અટકાયતમાં

મોરબી : મોરબી એસઓજી ટીમે વાંકાનેર પુલ દરવાજા રોડ પર આવેલ દુકાનમાં છાપો મારી વિદેશી સિગારેટના જથ્થા સાથે એક વેપારીને ઝડપી લઈ વિદેશી સિગારેટનો ૩,૦૦૦ રૂપિયાનો જથ્થો કબ્જે કર્યો હતો.

જાણવા મળતી વિગતો મુજબ એસઓજી પીઆઇ એસ.એન.સાટી સહિતની ટીમ વાંકાનેર શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ભગવાનજી શામજી નામની દુકાનમાં ચેકીંગ કરતા આરોગ્ય વિષયક ચેતવણી વગરની ડીજારમ બ્લેક નામની વિદેશી સિગારેટના ૩ બોક્સ મળી આવતા રૂ.૩૦૦૦ નો સિગારેટનો જથ્થો કબ્જ કરી તમાકુના ઉત્પાદન પર કોઈ પણ જાતની ચેતવણી ન હોવાથી આરોપી ચંદુભાઈ ભગવાનજીભાઈ જોબનપુત્રા ઉ.૫૪ વિરુદ્ધ સિગારેટ અને તમાકુ ઉત્પાદન અધિનિયમ ૨૦૦૩ની કલમ ૭ અને ૨૦ મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

આ સફળ કામગીરી એસઓજી પીઆઇ એસ.એન.સાટી, એ.એસ.આઈ. અનિલભાઈ ભટ્ટ, શંકરભાઇ ડોડીયા, જયપાલસિંહ ઝાલા, ફારૂકભાઈ પટેલ, કિશોરભાઈ મકવાણા, પ્રવિણસિંહ ઝાલા, માયુરધ્વજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ ડાભી, ધર્મેન્દ્રભાઈ વાઘડિયા તથા વિજયભાઈ ખીમાણિયાએ કરી હતી.

- text