મોરબી શહેરમાં પાર્કિંગની સુવિધા વિકસાવવા સરકારમાં રજુઆત

- text


સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા શહેરી વિકાસ મંત્રાલયમાં કરવામાં આવી રજુઆત

મોરબી : ઔધોગિક નગરી મોરબી શહેર જિલ્લામાં ફેરવાયા બાદ પણ અહીં માળખાકીય સુવિધા ઉપલબ્ધ ન બનતા હાલ ટ્રાફિક સમસ્યા વિકરાળ બની છે ત્યારે ટ્રાફિક સમસ્યા નિવારવા મોરબીમાં વાહન પાર્કિંગ સુવિધા વિસાવવા સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા શહેરી વિકાસ મંત્રાલયને રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્યા મુજબ મોરબી શહેર દીન પ્રતિ દીન વિકાસ પામતું શહેર છે. જેના કારણે વાહનોની સંખ્યામાં પણ દીન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. હાલના સમય માં દરેક વ્યક્તિને માટે સમય કીમતી હોય છે અને દુર રહેતા હોવાથી લોકો પોતાના વાહનો લઈને પોતાના દરેક કામો માટે મોરબી આવતા હોય છે, શહેરમાં પણ લોકો પોતાના કામ જેવાકે ખરીદી કરવી , બેન્ક ના કામો કે સરકારી કામો તેમજ અન્ય કામો સબબ મોરબી આવે છે તેઓ પોતાના વાહનો લઇ ને આવે છે જેથી મોરબી શહેરમાં રાજાશાહી વખત ની સુવિધા માં કોઈ વધારો પાર્કિંગ બાબતે થયેલ ન હોવાથી લોકોને જ્યાં ત્યાં વાહનો પાર્ક કરવા પડે છે.

- text

પાર્કિંગ સુવિધા ન હોવાથી નાં છૂટકે લોકો તેમજ વેપારીઓ પોતાના વાહનોને રસ્તાની બાજુ એ પાર્કિંગ કરે છે જેના કારણે તે વાહનો ટ્રાફિક માં અડચણ રૂપ થાય છે અને ટ્રાફિક વારંવાર જામ થાય છે. અને લોકોને અડચણ રૂપ પણ થાય છે અને લોકો પરેશાન થાય છે.

આ સંજોગોમાં સરકાર દ્વારા પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવે તો જ આ પ્રશ્નોનો હાલ થાય તેમ છે. તો આ બાબતે વહેલાસર યોગ્ય કરવા સેતુબંધ ફાઉન્ડેશન મોરબીના પ્રમુખ કાંતિલાલ બાવરવા દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે.

- text