મોરબીમાં શિવરાત્રીએ જાટ સમુદાય દ્વારા ઉજવાશે વાર્ષિક ઉત્સવ

- text


સમાજના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા અને વીર તેજાજી નો સત્સંગ કાર્યક્રમ

મોરબી : મોરબીમાં વસવાટ કરતા જાટ સમુદાય દ્વારા આગામી તા. ૧૩ ને મહાશિવરાત્રીએ વાર્ષિક ઉત્સવ અને સત્સંગનું આયોજન કરાયું છે.

મહાશિવરાત્રી પર્વે મોરબીની રામભરોસે ગૌશાળા સનાળા બાયપાસ પર આયોજિત આ કાર્યક્રમમાં જાટ સમુદાય દ્વારા તેમના આરાધ્ય દેવ ભોલેનાથ અને સમાજના ગુરુ વીર તેજાજીને યાદ કરી સત્સંગ કરવામાં આવશે ઉપરાંત વર્તમાન સમયમાં સમાજમાં પ્રવર્તી રહેલા કુ રિવાજો અગે ગહન ચર્ચા કરી સમગ્ર સમાજના વિકાસ માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

છેલ્લા બે વર્ષથી મોરબીમાં વસવાટ કરતા જાટ સમુદાય દ્વારા વિવિધ આયોજનો હાથ ધરવામાં આવે છે જેમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલ સંચાલકો અને પ્રવાસી રાજસ્થાની પરિવારો દ્વારા ઉમંગ ભેર વિવિધ કાર્યક્રમો ઉજવાઈ છે અને શીવરાત્રી પ્રસંગે સાંજે સત્સંગનું આયોજન કરાયું છે.

- text

સમગ્ર આયોજનને સફળ બનાવવા મોરબી જાટ સમાજના અગ્રણી રામુ ચૌધરી, કિશન બેનિવાલ, હનુમાન ચૌધરી, પ્રેમ ગોદારા, અમેશ ચૌધરી સહિતના સમિતિ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

- text