મોરબી દેવ અપહરણ કાંડમાં મુખ્ય અપહરણકર્તાને બાઇક સાથે ઝડપી લેવાયો

- text


એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે રાજસ્થાની સિક્યુરિટી સુપરવાઇઝરને ઉપાડી લીધો

મોરબી : મોરબીના ચકચારી દેવ અપહરણકાંડ કેસને અંજામ આપનાર વધુ એક મુખ્ય આરોપીને ગુન્હામાં વપરાયેલ CBZ મોટર સાયકલ સાથે ઝડપી લેવામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસને સફળતા મળી છે.

મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરીના જણાવ્યા મુજબ ગત તા.૧૧/૧૨/૨૦૧૭ ના રોજ મોરબીના રવાપર રોડ પરથી દેવ નામના બાળકના અપહરણ બાદ ત્વરીત આરોપીના સકંજામાંથી છોડાવી તપાસ દરમ્યાન અત્યાર સુધીમાં કુલ-૦૬ આરોપીઓને પકડી પાડવામાં આવેલ હોય અને આ કામનો આરોપી વિજયભાણ ગુર્જર રહે. રાજસ્થાન વાળો આજદીન સુધી નાસતો ફરતો હોય અને પકડવાનો બાકી હોય અને આજરોજ આ ગુન્હામાં પકડવાનો બાકી આરોપી વિજયભાણ ગુર્જર રહે. ભરતપુર, રાજસ્થાન વાળો આ ગુન્હામાં વપરાયેલ CBZ મો.સા. સાથે મોરબી, ઇટકોસ સિરામીક ઢુવા – માટેલ રોડ ઉપર કોઇ કામ અર્થે આવેલ હોવાની અત્રેના પો.સ્ટે.માં ફરજ બજાવતા પો.કોન્સ. ફતેહસિંહ પરમાર તથા પોલીસ હેડ કવાર્ટર ખાતે ફરજ બજાવતા પો.કોન્સ. કિરીટભાઇ જાદવને બાતમી મળેલ જે ચોકકસ બાતમી આધારે તાત્કાલીક આ બંને બાતમી મેળવનાર પો.કોન્સ. તથા સર્વેલન્સ સ્ટાફને સાથે લઇ મળેલ બાતમીવાળી જગ્યાએ જતા આ ગુન્હામાં નાસતો ફરતો આરોપી વિજય ગુર્જર જે આ ગુન્હામાં CBZ મો.સા. સાથે ઇટકોસ સીરામીક નજીકથી મળી આવતા તેને પકડી લેવાયો હતો.

- text

વધુમાં આરોપી વિજયને પોલિસ સ્ટેશન લાવી આ ગુન્હાના કામે પુછપરછ કરવામાં આવતા વિજયભાણ ઉર્ફે વિજય ગુર્જર મલખાનસિંગ તોંગર જાતે.ગુર્જર ઉ.વ.૩૧, ધંધો-સિકયુરીટી સુપરવાઇઝર, રહે. હાલ-ઢુવા ચોકડી, માટેલ રોડ, કયુરો સિરામીક ઓરડીમાં, મુળ રહે. ગામ-ત્યૌહારી, તા.વૈર, જી.ભરતપુર, રાજસ્થાન વાળાએ ગુન્હાની કબુલાત આપેલ હતી જેથી આરોપી વિજય ગુર્જરને આજરોજ તા.૧૦/૦૨/૨૦૧૮ ના કલાક : ૧૨/૩૦ વાગ્યે પો.સ્ટે. ખાતે અટક કરવામાં આવ્યો હતો.

તેમજ ગુન્હામાં ઉપયોગમાં લીધેલ CBZ મો.સા. નં. GJ-03-DM-9385 વાળુ કિં.રૂ.૨૦,૦૦૦/- ગણી કબ્જે કરવામાં આવેલ છે. તેમજ આ ગુન્હામાં પોતે શું ભુમિકા ભજવેલ તેમજ ગુન્હાને અંજામ આપી નાસી ભાગી ગયા બાદ કઇ કઇ જગ્યાએ રોકાયેલ તેમજ તેઓને કોને કોને મદદગારી કરેલ તે બાબતે તેમજ આ ગુન્હાના મુળ સુધી પહોંચવા સારૂ હાલમાં આ પકડી પાડેલ આરોપીની ઉંડાણપુર્વક પુછપરછ ચાલુ હોવાનું તમને અંતમાં ઉમેર્યું હતું.

- text