મોરબી આર્ટ્સ કોલેજમાં ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો

- text


સરકારના વિવિધ વિભાગો દ્વારા યુવાનોને રોજગારલક્ષી અને કારકિર્દી ઘડતર અંગે અપાયું માર્ગદર્શન

મોરબી : સરકારના જુદાજુદા વિભાગો દ્વારા મોરબીની આર્ટ્સ કોલેજ ખાતે ઓરીએન્ટેશન કાર્યક્રમ અંતર્ગત યુવાઓને કારકિર્દી ઘડતર અને રોજગાર યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ મોરબી ખાતે જિલ્લા રોજગાર કચેરીના સહયોગથી કોલેજના પ્રિન્સિપાલ એલ.એમ.કણઝારીયાના અધ્યક્ષસ્થાને ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલર પદમાબેન પરમાર, પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રના પરેશભાઈ ત્રિવેદી અને સાગરભાઈ સોલંકી હાજર રહ્યા હતા.

આ સેમિનારમાં વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પછી શુ ?, સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયારી કેમ કરવી, પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ કરાવવામાં આવતા કોર્ષ સહિતની વિગતો યુવા વિદ્યાર્થીઓને પુરી પાડવામાં આવી હતી.

- text