મોરબી પંથકના ખેડૂતોના હિતમાં તાકીદે ધ્રાંગધ્રા કેનાલનું પાણી છોડો : ધારાસભ્ય લલિત કગથરા

- text


ખેડૂતોના ઘઉં, જીરુંના શિયાળુ પાકને બચાવવા માત્ર પાંચ દિવસ સરકાર પાણી આપે

ટંકારા : મોરબી, માળીયા અને હળવદ પંથકના ખેડૂતોને સિંચાઈ માટે અપાતું નર્મદા કેનાલનું પાણી રાજ્ય સરકારે ધારાસભા ચૂંટણી બાદ અચાનક બંધ કરી દેતા ખેડૂતો પાયમાલ થવાની કગાર પર ઉભા હોય તાકીદે ધ્રાંગધ્રા કેનાલમાં પાણી છોડવા ટંકારા પડધરી મતવિસ્તારના ધારાસભ્ય લાલિતભાઈ કગથરાએ માંગણી ઉઠાવી છે.

ધારાસભ્ય લાલિતભાઈ કાગથરાના જણાવ્યા મુજબ સરકારે ધારાસભા ચૂંટણીના પરિણામો બાદ રાગદ્વેષ પૂર્વક ખેડૂતોને પાણી આપવાનું બંધ કર્યું છે, વધુમાં ખેડૂતોને મુખ્યમંત્રી ઉનાળુ પાક વાવવાની સલાહ આપી રહ્યા છે પરંતુ ઘઉં, જીરું જેવા શિયાળુ પાક માટે છેલ્લું પણ અપાતું નથી જો સરકાર પાણી નહિ આપે તો ખેડૂતો છેલ્લી ઘડીએ પાયમાલ થાય તેવી દહેશત છે.

- text

વધુમાં મોરબી માળીયા પંથકના ખેડૂતોને પાણી આપવા હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, માળીયા – મોરબી ધારાસભ્ય અને ટંકારા પડધરી ધારાસભ્ય તરીકે લાલિતભાઈએ સરકારમાં રજુઆત કરવા છતાં પાણી અપાયું ન હોવાનું તેમને જણાવી કહ્યું હતું કે ચૂંટણી પહેલા જરૂર ન હતી ત્યારે કેનાલમાં ખોટું પાણી વહાવી કચ્છના રણમાં મીઠાના એગ્રો સુધી પાણી વેડફી અગરિયાઓને સરકારે નુકશન કર્યું અને આજે ખરા સમયે પાણીની જરૂરત છે ત્યારે સરકાર પાણી આપતી નથી.

આ સંજોગોમાં સરકાર જો તાકીદે ધ્રાંગધ્રા કેનાલ મારફતે પાણી નહીં આપે તો આ વિસ્તારના હજારો ખેડૂતોને સાથે રાખી ત્રણેય ધારાસભ્ય દ્વારા ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી અંતમાં આપી હતી.

- text