શેરી રમતો જીવંત રાખવા મોરબીમાં રવિવારે ફન સ્ટ્રીટ

- text


 

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અબાલ વૃધ્ધોને જુદી – જુદી ૨૦ રમતો રમાડશે : આરોગ્ય અંગે જાગૃતિ અંગે કાર્યક્રમ

મોરબી : આજના મોબાઈલ યુગમાં શેરી રમતો ભુલાઈ છે ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આગામી રવિવારે મોરબીમાં ફનસ્ટ્રીટ કાર્યક્રમ હેઠળ જુદી – જુદી ૨૦ રમતો રમાડવા ઉપરાંત આરોગ્ય જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવશે.

યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા આગામી ૧૧ ફેબ્રુઆરીને રવિવારના રોજ ફનસ્ટ્રીટ કાર્યક્રમ યોજાશે જેમાં સવારે ૬.૩૦ થી ૧૦ વાગ્યા દરમિયાન જીઆઇડીસી મેઈન રોડ મોરબી ખાતે બાળકો થી માંડી અબાલ વૃધો માટે ઝુંબા, દોરડા ખેચ, ખો- ખો, કબડ્ડી, ડાન્સ, દોરડા કુદ, સ્કેટિંગ, નાગોલ, મ્યુઝિક ચેર, કરાટે, સાયકલિંગ, લાઈવ સ્કેચ, લાઈવ ટેટ, લખોટી, ટાયર ફેર, જમ્બો સાપસીડી, કોથળા દોડ, આર્ટ એન્ડ ક્રાફટ સહિત ૨૦ જેટલી રમતો રમાડાશે.

- text

વધુમાં ફન સ્ટ્રીટની સાથે સાથે લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ આવે તે માટે પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આરોગ્ય જાગૃતિ માટેના કાર્યક્રમો યોજવામાં આવશે તેમ ગ્રુપ ના મેન્ટોર દેવેનભાઈ રબારી એ જણાવ્યું હતું

- text