વાંકાનેરમાં મોબાઈલમાં ફોટા જોવા મામલે છરીના ઘા ઝીકાયા

- text


વાંકાનેર : વાંકાનેરના પંચાસર રોડ પર આવેલ સંધી સોસાયટીમાં મોબાઈલમાં ફોટા જોવાની ના પાડતા બે શખ્સોએ છરીના ઘા ઝીકતા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ યુનુશભાઇ હનીફભાઇ શેખ રહે મીલપ્લોટ સગુબેનના મકાનમા વાંકાનેર વાળાને (૧) તોકીરખાન નાશીરખાન પઠાણ તથા (૨) કાનો કોળી રહે બન્ને વાંકાનેર વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

- text

ફરિયાદી યુનુસભાઈએ અગાઉ મોબાઇલ ફોનમા ફોટા જોવા માટે આરોપીઓને પોતાનો મોબાઇલ નહી આપતા બોલાચાલી થયેલ તેની રોષ ખાર રાખી આ કામના બન્ને આરોપીઓએ એકસંપ કરી આ કામના ફરીને ફોટા જોવાની ના પાડતો હતો તેમ કહી ગાળો આપતા ફરીએ ગાળો દેવાની ના પાડતા આરોપીઓ ઉશકેરાઇ જઇ આરોપી નં.ર નાએ ફરી.ને પકડી રાખેલ અને આરોપી નં.(૧)ના પેન્ટના નેફામાંથી છરી કાઢી ફરી.ને વાંસાના પડખાના ભાગે બે ઘા મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એકબીજાને મદદગારી કરી જીલ્લા મેજી.મોરબી ના હથીયારી બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- text