મોરબી તાલુકાની આઠ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 73.25 ટકા મતદાન

- text


28 સરપંચ અને 140 વોર્ડ સભ્યનું ભાવિ ઇવીએમમાં બંધ

મોરબી : મોરબી તાલુકાના 11 બિલ્ડીંગમાં આજે  ભડિયાદ ,ધૂળકોટ,ફાટસર, ઘુનડા,રાજપર,ઉટબેટ,બેલા અને જેતપરગામની  8 ગ્રામ પંચાયતના 20 બુથ પર સરપંચ માટે આજે મતદાન યોજાયું હતું. સુચારૂ કામગીરી માટે કુલ 100 ઇવીએમ અને 120 ચૂંટણી કામગીરી માટે સ્ટાફ ફાળવાયો હતો તો અનિચ્છનીય બનાવ ન બને તે માટે 4 પીએસઆઇ, 22 પોલીસ કોન્સ્ટેબલ અને 44 હોમગાર્ડ જવાનોનો સ્ટાફ ફાળવાયો હતો મતદારોએ સવારથી  ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું  કુલ 12,798 પૈકી સાંજ 5 વાગ્યા સુધીમાં 9375 મતદાતાઓ તેમના મતદાન અધિકારનો ઉપયોગ કર્યા હતો 12,798.મતદાતા માં 6671 પુરૂષ મતદારો અને 6127 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.જે પૈકી 4988 પુરુષો અને 4387 સ્ત્રી મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

- text

- text