મોરબીની કેનાલ ચોકડીએ રોજિંદા કલાકોના ટ્રાફિક જામથી લોકો પરેશાન

- text


આજે પણ ત્રણેક કલાકથી વધુ ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાતા અસંખ્ય લોકો પરેશાન : દરરોજ સાંજ પડે ને સર્જાતી મોકાણ

મોરબી : મોરબી ટ્રાફિકજામની સમસ્યા આમ તો સામાન્ય વાત છે પરંતુ આજે કેનાલરોડ ચોકડી પાસે છેલ્લા ત્રણેક કલાકથી ટ્રાફિક જામ થઈ જતા લોકોમાં આક્રોશ ફેલાયો હતો અને ઉદ્યોગપતિઓ તથા સામાન્ય જનતાને કલાકો સુધી પરેશાની વેઠવી પડી હતી.

મોરબી શહેરમાં આડેધડ ખડકાઈ રહેલા ગેરકાયદે બાંધકામો અને પ્લાનિંગ વગરની શહેર વ્યવસ્થાના માઠા પરિણામો અત્યારથી લોકોને મળી રહ્યા છે નપાણીયા નેતાઓ અને મૂંગા મોઢે સહન કરતી પ્રજાને રોજે રોજ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે જેમાં ટ્રાફિક સમસ્યા મુખ્ય છે આજે સાંજે મોરબીના કેનાલ રોડ ચોકડીએ ત્રણ – ત્રણ કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામ થઈ જતા ફેકટરીથી પરત આવી રહેલા ઉદ્યોગપતિઓની કાર અને સામાન્ય જનતાના બાઇક ફસાઈ ગયા હતા.

- text

મોરબી શહેરમાં દરરોજ બપોરે અને સાંજના સમયે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય રહી છે ખાસ કરીને સનાળા રોડ અને મોરબી શહેરમાં તો દિવસભર ટ્રાફિક જામ આમ વાત છે પરંતુ સાંજ પડે ઉદ્યોગોમાંથી કામથી પરત ફરતા કર્મચારીઓ અને ફેકટરી માલિકોની જ્યાં વિશેષ અવર જવર છે તેવા ઉમિયા સર્કલ કેનાલ રોડ ચોકડી વિસ્તારમાં તો ટ્રાફિક જામની ભયંકર પરિસ્થિતિ સર્જાય છે.

આજે સાંજે પણ આવીજ પરિસ્થિતિ સર્જાતા ત્રણેક કલાકથી વધુ સમય સુધી ટ્રાફિક જામ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સપ્તાહની ઉજવણીના પ્રારંભ સમયે અને આજે સમાપન સમયે મોરબીમાં ટ્રાફિક જામ સર્જાતા ટ્રાફિક નિયમન સપ્તાહની અનોખી ઉજવણીનો માહોલ બન્યો હતો.

આ સંજોગોમાં હવે જો મોરબી નગર પાલિકા દ્વારા સ્ટ્રીટ લાઈન ક્લિયર કરી આવનાર ભવિષ્યનો વિચાર કરવામાં નહિ આવે તો મોરબીના લોકોને નિયત સમય સ્થળે પહોંચવાના સમય પત્રકને ટ્રાફિક સમસ્યાને અનુરૂપ બનાવવું પડશે !!!

ફાઈલ ફોટો

- text