માળિયા : ઘાટીલા ગામે એકી સાથે દશ મોરના મોતથી પક્ષી પ્રેમીઓમાં અરેરાટી

દશ મોરના મોત ઘટના સ્થળે ફોરેસ્ટ વિભાગ દોડી આવ્યુ

માળિયા મીયાણા : દરીયાઇ પટ્ટી ઉપર આવેલા માળિયા મીયાણા તાલુકો જેમાં ઘાટીલા વેળાસર તરધરી નાનાભેલા જેવા અનેક ગામોમાં મોરની સંખ્યા વ્યાપક જોવા મળે છે અને આજુબાજુના શહેર કે દુરદરાજ થી આ ગામડાઓમાં લોકો મોર જોવા માટે આવતા હોય છે આ તાલુકાની આબોહવા અને ગ્રામજનોને ની મોર પ્રત્યે ની માવજત ખોરાક અને પાણીની નિયમિત વ્યવસ્થા કરતા હોય છે થોડા સમય પહેલા ચાચા વદરડા ગામે ઝેરી ચણ ખાવાથી બે મોરના મોત થયા હતા જયારે ચોમાસામાં વરસાદ સાથે ભારે પવનના કારણે નાનાભેલા ગામે રાતના સમયે તળાવ વચ્ચે તોતીંગ વૃક્ષની ડાળીઓ ટુટવાથી પાંચ મોરના મોત થયા હતા અને સ્થાનિક ગ્રામજનો દ્વારા મોડીરાત્રે તળાવ ના ઉંડા પાણીમાં ઉતરી અનેક મોરના જીવ બચાવ્યા હતા તો આજરોજ ફરીથી ઘાટીલા ગામે એક મોર સાત ઢેલ અને બે બચ્ચા મળીને દશ મોરના મૃતદેહો ઘાટીલા ગામના તળાવ પાસે ઝાડીમાં પડ્યા હોવાની જાણ ગામના સરપંચ ચંદુભાઇ વિડજા તથા માળિયા તાલુકા પંચાયત પ્રમુખ અલ્પાબેન વિડજા ને થતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા પોલીસ અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચી દશ મોરના મૃતદેહોનો કબ્જો સંભાળી પીએમ માટે મોરબી લેબોરેટરીએ મોકલી આપ્યા હતા. ફોરેસ્ટ વિભાગના બીઆર બારલીયાએ મોરબી અપડેટ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે એક મોર સાત ઢેલ અને બે બચ્ચા મળીને દશ મોરના મૃતદેહોનો કબ્જો સંભાળી મોરબી ખાતે હોસ્પિટલમાં પીએમ કરવામાં આવશે ત્યારબાદ સેમ્પલ રાજકોટ મોકલાવામાં આવશે। મોરના મોતનુ કારણ હાલ જાણી શકાયુ નથી કુદરતી મોત થયા છે કે પછી અન્ય કોઈ કારણે તે તપાસ બાદ બહાર આવશે.