હળવદના સિપાડા ગામની સીમમાં વાડીમાં ધમધમતી જુગાર કલબ ઝડપાઇ

હળવદ પોલીસે સાત આરોપીઓને ૧,૩૦,૫૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા

હળવદ : હળવદ પોલીસે રાણેકપર રોડ પર આવેલ સિપાડા ગામની સીમમાં વાડીના ઓરડામાં ધમધમતી જુગાર કલબ પર દરોડો પાડી જુગાર રમી રહેલા સાત શખ્સોને ૧,૩૦,૫૦૦ ની રોકડ સાથે ઝડપી લેતા જુગારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના રાણેકપર રોડ પર આવેલ સિપાડા ગામની સીમમાં રણછોડભાઈ રાઘવજીભાઈ પટેલની વાડીની ઓરડીમાં જુગાર કલબ ધમધમતી હોવાની બાતમી મળતા હળવદ પોલીસે દરોડો પડ્યો હતો, અને જુગાર રમી રહેલા વાડી માલિક સહિતના સાત શખ્સો જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

પોલિસે પડેલા દરોડામાં (૧)રણછોડભાઈ રાઘવજીભાઈ પટેલ ઉ.વ. ૫૫ રહે હળવદ શિવપાર્ક સોસાયટી તા હળવદ(૨) કિરીટભાઈ અર્જુનભાઈ માલાસણા ઉવ ૩૮ રહે હળવદ ઉમા સોસા.મુળ રહે- જુના દેવળિયા તા-હળવદ(૩) જીતુભાઈ નાગજીભાઈ પટેલ ઉવ ૩૩ રહે હળવદ વસંતપાર્ક સોસા. (૪) ઘનશ્યામભાઈ રાઘવજીભાઈ પટેલ ઉવ-૪૮ રહે.હળવદ વસંતપાર્ક સોસા.(૫) શુરેશભાઈ દેવશીભાઈ પટેલ ઉવ-૪૬ રહે.હળવદ હરીનગર ગોલ્ડ સોસા.(૬) ચંદ્રકાંતભાઈ રતીલાલ પટેલ ઉવ-૪૨ રહે.હળવદ ચંદ્રપાર્ક સોસા.(૭) પ્રકાશભાઈ જાદવજીભાઈ માલાસણા ઉવ-૩૪ રહે.હળવદ સંજીવનીપાર્ક સોસા. મુળ રહે- જુના દેવળિયા તા-હળવદ વાળા ઝડપાઇ ગયા હતા.

આ મામલે પોલીસે વાડી માલિક રણછોડભાઈ રાઘવજીભાઈ પટેલ વિરુદ્ધ પોતાના કબ્‍જા ભોગવટા વાળી વાડીનાં ઓરડાંમાં આરોપી નંબર-૨ થી ૬ ભેગા કરી પોતાના અંગત ફાયદા સારૂ ગે.કા.જુગાર રમવાના સાધનો/સામગ્રી પુરા પાડી તેની અવેજીમાં નાલ ઉધરાવી પૈસા પાના વતી પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી/રમતા મળી આવવા મામલે કુલ રોકડા રૂપીયા-૧,૩૦,૫૦૦/- ના મુદામાલ કબ્જે લઈ તમામ વિરુદ્ધ જુગારધારાની કલમો મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.