વાંકાનેરના નવાપરામા જુગારધામ ઝડપાયું

- text


રૂપિયા ૧,૨૬,૬૮૦ ના મુદામાલ સાથે સાત જુગારીઓને ઝડપી લેવાયા

વાંકાનેર : વાંકાનેરના નવાપરા – પંચાસર રોડ પર ધમધમતા જુગારધામ પર પોલિસે દરોડો પાડી જુગાર રમી રહેલા સાત શખ્સોને પોલીસે ૧,૨૬,૬૮૦ ની માલમતા સાથે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ દ્વારા બાતમીને આધારે નવાપરા – પંચાસર રોડ પર રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર દરોડો પાડતા ઉત્તમ નારસીભાઈ સરવાડિયાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાળાતો હોવાનું ખુલ્યું હતું.

- text

પોલીસે જુગારના દરોડામાં જુગાર રમી રહેલા ઉત્તમ નરસિંભાઈ સરવડીયા, સંજય પ્રવીણભાઈ ટીડાણી, ધર્મેશ પ્રવીણભાઈ, ચનાભાઈ ડામોર, ચેતન છના, વિજય વસંતભાઈ, અને જાવીદ અબ્દુલભાઇ નામના જુગારીઓને ઝડપી લીધા હતા.

વધુમાં પોલીસે દરોડા દરમિયાન રોકડ રકમ રૂપિયા ૧૦૧૮૦ સાથે વાહનો અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧,૨૬,૬૮૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

વાંકાનેર સીટી પીઆઇ રાઠોડના માર્ગદર્શન હેઠળ આર.એચ.જાડેજા, અરવિંદભાઈ ઝાપડા અને વીરેન્દ્રસિંહ ઝાલા સહિતના સ્ટાફે આ સફળ કામગીરી કરી હતી.

- text