મોરબી : સાયબર શૈતાન સાધુ ચાર દિવસના રિમાન્ડ ઉપર

- text


બબ્બે મોબાઈલમાં અન્ય કોઈ યુવતીઓના ફોટાઓ છે કે કેમ ? મોબાઈલ ફોરેન્સિક લેબમાં મોકલાયા

મોરબી : બોગસ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વળે વાંકાનેરની યુવતીને મોહજાળમાં ફસાવી બિભિત્સ ફોટા દ્વારા બ્લેક મેઈલ કરનાર સાયબર શૈતાન સાધુ પોલીસ ગિરફતમાં આવ્યા બાદ સાત દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ શૈતાન સાધુના કોર્ટે ૪ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકનેરની યુવતીને બોગસ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વડે મોહજાળમાં ફસાવ્યા બાદ સાધુ ગૌતમ ઉર્ફે ગૌતમનાથ જગદીશચંદ્ર ગોંડલીયા દ્વારા આ યુવતીને લલાચાવી ફોસલાવી બીભીત્સ તસવીરો મેળવી લીધી હતી બાદમાં ઘનિષ્ઠ સંબંધો કેળવી લગ્ન કરવા દબાણ લાવી જો લગ્ન ન કરે તો ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ કરવા બ્લેકમેઇલીગ કરવાનું શરૂ કરતાં આ સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો હતો.

દરમિયાન આ મામલાની ગંભીરતા ધ્યાને લઇ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે એલસીબીને તપાસ સોંપતા એલસીબીએ ફેસબુક હેડક્વાર્ટરની મદદથી આ સાયબર શૈતાન સાધુ ગૌતમનાથ સુધી પહોંચી દબોચી લેવામાં સફળ રહી હતી.

- text

આ મામલે તપાસનીશ અધિકારી એ.એસ.પી. અક્ષયરાજ મકવાણા દ્વારા આરોપી ગૌતમ ઉર્ફે ગૌતમનાથ ગોંડળીયાને નામદાર અદાલત સમક્ષ રજુ કરી સાયબર ક્રાઇમના ગંભીર ગુન્હામાં સાધુના કરતુતોની તપાસ માટે ૭ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જો કે અદાલતે આ સાધુને ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે સાધુ ગૌતમનાથ બે મોબાઇલ ફોન ઉપયોગ કરતો હતો જેમાં ત્રણેક જેટલા વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અન્યોના બોગસ નામે વાપરતો હોય પોલીસે ભોગ બનનાર યુવતી તેમજ અન્ય કોઈની તસવીરો મેળવી છે કે કેમ તે બાબતે તપાસ કરવા બન્ને મોબાઈલ એફએસએલમાં મોકલી આપ્યા છે.

આ ચકચારી કેસમાં અદાલતે સાયબર શૈતાન સાધુને ૪ દિવસના રિમાન્ડ પર સોંપતા હજુ પણ અનેક ચોકવનારી બાબતો સામે આવે તેમ હોવાનું મનાય રહ્યું છે.

- text