માળીયામાં હિસ્ટ્રીશીટર દેશી તમંચા – કારતુસ સાથે ઝડપાયો

કચ્છ ભુજ ના ડબલ મર્ડર કેસનો આરોપી શખ્સ ગુન્હો આચરે તે પહેલાં દબોચાયો

માળીયા (મી) : માળીયા મિયાણા પોલીસે ખાનગી બાતમીને આધારે કુખ્યાત હિસ્ટ્રીશીટરને કોઈ ગુન્હો આચરે તે પૂર્વે તમંચા અને જીવતા કારતુસ સાથે ઝડપી લઈ રૂપિયા ૮૧૫૦ ના મુદામાલ સાથે દબોચી લીધો હતો.

જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસને બાતમી મળી હતી કે અગાઉ કચ્છ ભુજ ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલ સલીમ સુભાનભાઈ કટિયા જાતે મિયાણા ઉ. ૨૫ રે.માળીયા મિયાણા, વિશાલા હોટલ પાછળ વાળો ગુન્હો આચરવા હથિયાર સાથે ફરી રહ્યો છે જેને પગલે પોલીસે વોચ ગોઠવી સલીમ સુભાનભાઈ મિયાણાને આવતા અટકાવી તલાશી લેતા અંગ જડતી દરમિયાન પેન્ટના નેફામાંથી દેશી બનાવટનો તમંચો કી. ૫૦૦૦ તથા ત્રણ જીવતા કારટીસ કિંમત રૂપિયા ૧૫૦, એક મોબાઈલ કિંમત ૧૦૦૦ તથા એક એન્ડ્રોઇડ મોબાઈલ કિંમત રૂપિયા ૨૦૦૦ મળી કુલ ૮૧૫૦ ના મુદામાલ સાથે કુખ્યાત આરોપીને કોઈ ગુન્હો આચરે તે પહેલાં ઝડપી લીધો હતી.

પોલીસની આ સફળ કામગીરી પીએસઆઇ જે.ડી.ઝાલા, હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ પટેલ, પો.કો.માહિપતસિંહ સોલંકી, જયદેવસિંહ ઝાલા, રમેશભાઈ રાઠોડ તથા વિપુલભાઈ પટેલ સાહિતનાઓએ કરી હતી.