હળવદ પંથકમાં ખનીજચોરી કરતા ચાર વાહનો ઝડપી લેતી પોલીસ

હળવદ : હળવદ પંથકમાં બેરોકટોક પણે ચાલતી ખનીજ ચોરી રોકવા પોલીસે ચેકીંગ ઝુંબેશ શરૂ કરી ત્રણ ટ્રક અને એક ટ્રેકટરને ખનીજ ચોરી કરતા ઝડપી લીધા હતા.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ પી.આઈ. બી.ટી. વાઢીયાની સુચનાથી વી.આર. વધેરા, સંજયભાઈ અને પંકજભા ગઢવી સહિતના પેટ્રોલીંગમાં હતા ત્યારે ગેરકાયદેસર ખનીજ ચોરી કરી વાહનોમાં ખનીજ પરિવહન કરતા ૪ વાહનો ઝડપી લીધા હતા જેમાં જીજે ૩૬ બી ૩૫૦૧ ટ્રક ડ્રાઈવર મુન્નાભાઈ મૈયાભાઈ ડાભી રહે-સુંદરીભવાની વાળાને સુંદરગઢ નજીકથી ઝડપી લઈ ગુન્હો દાખલ કર્યો હતો તેમજ એક નંબર વગરનું ટ્રેકટરમાં ખનિજની ગેરકાયદે હેરફેર કરવા મામલે સમીરભાઈ દેગામાં રહે-સુંદરી ભવાનીવાળા વિરુદ્ધ કાર્યવાહી કરી ટ્રક નંબર જીજે ૧૦ ડબ્લ્યુ ૫૯૩૮ ના ચાલક મહેશભાઈ રાઠોડ રહે-શેઠ વડાળા વાળાને સુંદરગઢ ગામેથી તેમજ ટ્રક નંબર જીજે ૦૩ એએક્સ ૫૦૪૭ ટ્રક ડ્રાઈવર ભરતભાઈ લાભુભાઈ કોળી રહે-મયુરનગરને હળવદ નજીકના વિસ્તારોમાંથી ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતા ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ચારેય વાહન ચાલકો અને માલિકો વિરુદ્ધ ખનીજ ચોરી મામલે ગુન્હો દાખલ કરી આ મામલે ખાણખનીજ વિભાગને રિપોર્ટ પણ કર્યો છે.