ટંકારા : રાજકોટ મોરબી રોડ પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત બે ને ઈજા

- text


ટંકારા : ટંકારાના રામદેવપીરના મંદિર સામે રાજકોટ મોરબી રોડ પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત બે ને ઈજા 108 એમ્બ્યુલન્સ દ્વારા દવાખાને ખસેડવામાં આવ્યા.

બનાવ અંગે મળતી વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારા થી થોડે દૂર કાર અને ડબલ સવાર મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા ફટફટીયા મા બેઠેલા બન્ને ને હાથ પગ પર ઈજા પહોંચી હતી રાહદારીઓ એ 108 એમ્બ્યુલન્સ ને જાણ કરતા પાઈલોટ રાજુ દુબરીયા તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતા અને ડો. મુકેશ મકવાણા એ પ઼ાથમિક સારવાર આપી ટંકારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધાયલ થનાર તોફિક દાઉદ, સુમિત ભીખા મેવાડા રહે મોરબી ના હોવાનુ જાણવા મળ્યું છે.

- text

 

 

- text