નવલખી બંદરે ટ્રકમાં તાલપત્રી બાંધતી વેળાએ શોક લાગતા શ્રમિકનું મોત

માળીયા : માળીયા તાલુકાના નવલખી બંદર ઉપર ટ્રકની તાલપત્રી બાંધતી વેળાએ શ્રમિક યુવાનને વિજશોક લાગતા સારવાર દરિમયાન રાજકોટ ખાતે મોત નીપજ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ નવલખી બંદરે ટ્રક ઉપર ચડી તાલપત્રી બાંધી રહેલ વીરેન્દ્ર યાદવ ઉ. ૨૨ રે. દહીંસરા વાળાને ટ્રક ઉપરથી પસાર થતી વિજલાઈનમાં હાથ અડી જતા જોરદાર વિજશોક લાગતા ટ્રક પરથી નિચે પટકાયો હતો.

બાદમાં માથાના ભાગે ગંભીર ઇજા પામેલ વીરેન્દ્ર યાદવને સારવાર માટે મોરબી ખસેડેલ પરંતુ હાલત ખુબજ ગંભીર હોય રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા માળીયા પોલીસે એ.ડી. નોંધી છે અને આ મામલે એમ.એન.ગોસાઈ વધુ તપાસ ચલાવી રહ્યા છે.