આજથી મોરબી સરદારબાગ સ્વામિનારાયણ મંદિરનો ૧૧ મો પાટોત્સવ

- text


પાટોત્સવ પ્રસંગે પંચદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવન પંચાહન પારાયણ જ્ઞાનયજ્ઞ

મોરબી : આજથી મોરબીના મૂળભૂત ભગવાનશ્રી સ્વામિનારાયણ સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર સરદાર બાગ ખાતે ૧૧ માં પાટોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે જેમાં પંચદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવન પંચાહન પારાયણ જ્ઞાનયજ્ઞનો ભવ્ય શોભાયાત્રા સાથે પ્રારંભ થશે.

સરદાર બાગ સ્વામિનારાયણ મંદિર મોરબી ખાતે ૧૧ માં પાટોત્સવ પ્રસંગે તા. ૨ થી ૬ ફેબ્રુઆરી સુધી ચાલનાર પંચદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવન પંચાહન પારાયણ જ્ઞાનયજ્ઞમાં પ્રારંભ સવારે ૮.૩૦ થી શોભાયાત્રા સાથે થશે અને આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરૂ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્યશ્રી કોશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી અને ધામો ધામના મહાન પવિત્ર સંતો મહંતો પધારી અમૃતવાણી અને આશીર્વાદ આપશે.

આ ધાર્મિક કાર્યક્રમ અંગે સરદારબાગ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામીશ્રી ભક્તિનંદનદાસજીએ જણાવ્યું હતું કે પંચદિનાત્મક શ્રીમદ સત્સંગી જીવન પંચાહન પારાયણ જ્ઞાનયજ્ઞ પ્રસંગે સમગ્ર ઝાલાવાડ, મચ્છુકાંઠા અને હાલાર પંથકમાંથી માનવ મહેરામણ પધારશે અને કથા પારાયણ શ્રવણ કરી જીવન ધન્ય બનાવશે.

- text

વધુમાં મહંત સ્વામી શ્રી ભક્તિનંદન દાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ૧૧ માં વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શીખરબદ્ધ મંદિરમાં દેવોનો અભિષેક, છપનભોગ, મહા અન્નકોટ, જળયાત્રા અને ત્રિદીનાત્મક મહાવિષ્ણુ યાગમાં પંચકુંડી મહાયજ્ઞ માં વિદ્વાન પવિત્ર ભૂદેવો દ્વારા યજ્ઞનારાયણ ને ૧૫ જેટલા નવદંપતિઓ આપશે.

ઉપરાંત પાટોત્સવ અંતર્ગત કથાપરાયણમાં દરરોજ ધનશ્યામ જન્મોત્સવ, હિંડોળા દર્શન, જળાભિષેક જેવા દિવ્ય કાર્યક્રમો યોજાશે તો આ મહામુલા દિવ્ય પ્રસંગે સર્વે ધર્મપ્રેમી લોકોએ લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text