મોરબી : એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી

- text


જાનથી મારી નાખવાન ધમકી મળતા દવા ગટગટાવી : એ ડિવિઝન પોલીસે નોંધી ફરિયાદ

મોરબી : મોરબીના બોરીચા વાસ વિસ્તારમાં એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપતા એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

- text

પોલીસ ફરિયાદની વિગતો મુજબ મોરબીના બોરીચા વાસમાં રહેતા વિનય વાંક નામના ઇસમ દ્વારા અવાર નવાર ખોટી ફરિયાદ કરી ત્રાસ ગુજારવા ઉપરાંત ગઈકાલે રાત્રે જાનથી મારી નાખવાની ધમકી આપતા ભરતભાઇ કાળુભાઇ ગોગરા, ઉ.૩૨, સામતભાઈ કાળુભાઇ ગોગરા, ઉ. ૩૫ અને ધીરજબેન ભરતભાઈ ગોગરા ઉ. ૩૦ નામના એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.

વધુમાં હોસ્પિટલના બિછાને પડેલા ભરતભાઇ ગોગરાએ જણાવ્યું હતું કે આરોપી અને એના ભાઈ દ્વારા ત્રાસ આપવામાં આવે છે. એ ડિવિઝન પોલીસે આ મામલે આરોપી વિનય વાંક સામે ૫૦૬ (ર) મુજબ ગુન્હો દાખલ કરી આ ગંભીર બાબતે તપાસ શરૂ કરી છે.

- text