મોરબી બાયપાસ ઉપર ટ્રક ચાલકે રીક્ષા હડફેટ લઈ પલટી ખવડાવી દીધી

- text


મોરબી : મોરબી બાયપાસ રોડ પર ગઈકાલે ટ્રક ચાલકે રીક્ષા હડફેટે લઈ પલટી ખવડાવી અકસ્માત કરી નાસી જતા પોલોસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળ્યા મુજબ ગઈકાલે મોરબી બાયપાસ રોડ પર ડો.ધ્રુવની હોસ્પિટલ નજીક રિક્ષામાં જઇ રહેલા કાનજીભાઇ કરમશીભાઇ દેલવાણીયા જાતે દેવીપુજક ઉ.વ.૨૦ ધંધો ખેત મજુરી રહે.રાજકોટ ગ્રીન લેન્ડ ચોકડી પાછળ વાળાને GJ-03-V-7553 નો ચાલકે પોતાના હવાલાવાળો વાળો ટ્રક પુરપાટ અને બેફીકરાઇથી ચલાવી ફરી.તથા સાહેદો બેઠેલ રીક્ષા ની પાછળથી ભટકાવી રીક્ષાને પલ્ટી ખવડાવી ફરી.તથા સાહેદો ને શરીરે નાની મોટી ઇજાઓ કરી ટ્રક ચાલક પોતાના હવાલાવાળો ટ્રક મુકી નાશી જઇ ગુન્હો કર્યા કરતા એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

- text