હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

- text


મામલતદાર કચેરી ખાતે જિલ્લા મદદનીશ કલેકટરને ફોર્મ રજૂ કરી દાવેદારી નોધાવી

હળવદ : રાજ્યમાં આગામી ફેબ્રુઆરી માસમાં સ્થાનિક સ્વરાજ્યની ચુટણી યોજાનાર છે ત્યારે હળવદ નગરપાલિકા વોર્ડ વાઈઝ ભાજપ દ્રારા ૧૬ ફોર્મ ભયો હતા અને કોંગ્રેસ ભાજપ બહુજન સમાજ પાર્ટી અપક્ષ સહીત ૧૪૦ ફોર્મ મામલતદાર કચેરી ખાતે ઉપાડયા હતા.

હળવદમા આગામી ૧૭/ ફેબ્રુઆરીના રોજ નગર પાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂટણી યોજાનારી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ગુરૂવારે મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે ભારે ભીડ જામી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા નગર પાલિકાના સાત વોડ મા ભર્યા હતા. જેમા વોડ નંબર એક માં ૩, વોડ નંબર બે મા ૩, વોડ નંબર ત્રણ મા ૨, વોડ નંબર ચારમાંથી ૩, વોડ નંબર પાંચમાં ત્રણ, વોડ નંબર છ મા ૨, વોડ નંબર સાતમા ૧ સહિતના કુલ ૧૬ ઉમેદવારએ ભારતીય જનતા પાર્ટી માથી મામલતદાર કચેરી એ ફોર્મ ભર્યા હતા. કોગ્રેસ-ભાજપ, બહુજન સમાજ પાર્ટી અને અપક્ષ સહીત કુલ ૧૪૦ ફોર્મ હળવદ મામલતદાર કચેરી ખાતેથી ઉપાડયા હતા.
ગુરૂવારે ભાજપ દ્વારા ફોર્મ ભરવાના શ્રી ગણેશ કર્યા હતા. ભાજપના ઉમેદવાર દ્વારા પોત પોતાના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે મામલતદાર કચેરી ખાતે હાજર રહ્યા હતા.
આ પ્રસંગે પાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી,શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, હિનાબેન મહેતા, મહામંત્રી સંદિપભાઈ પટેલ, રમેશભાઈ દલવાડી વિજયભાઈ જાની, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી ધનશ્યામભાઈ ગોહિલ, તપન દવે, મેહુલ પટેલ સહીતના ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

- text

- text