હળવદના ઘણાદમાં ઘોડીને ડિસ્કો કરાવવા મામલે મારામારી

હળવદ : હળવદના ધણાદ ગામમાં ઘોડીને સીટી મારી ડિસ્કો કરાવવા મામલે બે પરિવારો વચ્ચે મારામારી થતા મામલો પોલિસ મથકે પહોચ્યો હતો.

ફરિયાદ મુજબ હળવદના ધણાદમાં રહેતા સહદેવભાઇ નારાયણભાઇ પાટડીયા જાતે.કોળી ઉવ.૨૩ ધંધો– ખેતી વાળાએ આરોપી (૧) સુરેશભાઈ ભુપતભાઈ જીંજરીયા (૨) મનોજ રામસીંગ જીંજરીયા (૩) મહિપતભાઈ ગોરધનભાઈ જીંજરીયા રહે.ત્રણેય ઘણાદ ગામ તા.હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમનો ભાઈ વિક્રમભાઈ તેમની ઘોડીને સીટી મારી ડિસ્કો કરવાની તાલીમ આપતો હોય જેથી વિક્રમ તથા દિપકભાઈ સામે આરોપીઓએ બોલાચાલી કરી ગાળો આપી ઢીકાપાટુંનો મુંઢ માર મારતા આ કામના ફરી તથા બીજા સાહેદો વચ્ચે પડી છુટા પડાવવા જતા આરોપી નંબર ૨ નાએ તલવાર વતી ફરીને મારતા માથામાં સારવાર દરમ્યાન પાંચ ટાંકા તથા સાહેદ વિલાસબેનને પણ કપાળે તલવાર વતી ઈજા કરી તેમજ આરોપી નંબર ૧ નાએ લાકડા ના ધોકાવતી સાહેદને માર મારી મુંઢ ઈજા કરતા ફરિયાદ નોંધાવી છે. આ મામલે હળવદ પોલીસે ગુન્હો નોંધી એક બીજાને મદદગારી કરી મે.જી.સા. જાહેરનામાંનો ભંગ કરતા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.