ટંકારાના વિરવાવ ગામના છાત્રો રાજયકક્ષાએ ઝળકયા

- text


ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં હેન્ડી બોર્ડ કૃતિ રજૂ કરી ટંકારા તાલુકાનું ગૌરવ વધાર્યું

ટંકારા : પાલનપુર ખાતે યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ટંકારા તાલુકા વિરવાવ ગામના છાત્રોએ હેન્ડી બોર્ડનો પ્રોજેકટ રજૂ કરી ટંકારા તાલુકાનું નામ રોશન કર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં પાલનપુર ખાતે રાજ્ય કક્ષાનું ૪૫ મું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં ટંકારા તાલુકાના વિરવાવ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી જાડેજા કર્મરાજસિંહ મહેન્દ્રસિંહ અને જાડેજા બ્રિજરાજસિંહ મહેન્દ્રસિંહ એ “હેન્ડી બોર્ડ”ની કૃતિ રજૂ કરી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.

- text

વિદ્યાર્થીઓને આ કૃતિ બનાવમાંમાં તેમના શિક્ષક નૈમિષ ધનજીભાઈ પાલરીયા તથા ચંદ્રકાંત કરમશીભાઈ ભાગીયા એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આમ, વિરવાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ વિરવાવ ગામ અને ટંકારા તાલુકાનું ગૌરવ વધાર્યું હતું.

- text