મોરબીમાં શંકાસ્પદ બોલેરો ગાડી ઝડપી લેવા વહેલી સવારે નાકાબંધી : વાંકાનેરથી ત્રણ ઝડપી લેવાયા

- text


પોલીસને જોઈ નાસી જનાર આરોપીઓ ભૂંડ પકડવા આવ્યાની કેફિયત આપી

મોરબી : મોરબીમાં વહેલી સવારે શંકાસ્પદ બોલેરો કારણે પોલીસે રોકવા પ્રયાસ કર્યા બાદ બોલેરો નાસી જતા નાકાબંદી કરતા આ ગાડી સહિત ત્રણ શખ્સો વાંકાનેરથી ઝડપાઇ ગયા હતા અને ભૂંડ પકડવા માટે મોરબી આવ્યાની કેફિયત આપી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ વેહલી સવારે ૫:૩૦ વાગે એ-ડીવીઝનના વનરાજસિંહ રાણા અને તેમનો સ્ટાફ પેટ્રોલીગમાં હતો ત્યારે જી.જે.૨૭ એક્સ ૧૬૫૩ નંબરની બોલોરો પુર ઝડપે શંકાસ્પદ હાલતમાં નીકળતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલેરો કાર ચાલક નાસી ગયો હતો જેને પગલે પોલીસ તુરંત કન્ટ્રોલમાં જાણ કરતા જીલ્લામાં નાકાબંધી કરવામાં આવી હતી.

- text

દરમિયાન નાકાબંધી કરાતા જિલ્લાભરમાં પોલીસ હરકતમાં આવી હતી અને આ શંકાસ્પદ બોલેરો કાર વાંકાનેર નજીકથી પસાર થતા વાંકાનેર પોલીસે ૭ વાગ્યા આસપાસ આ બોલેરો કાર ઝડપી લીધી હતી અને બોલેરોમાં સવાર વિજય શકર કોલવી, સંજય લખમણ જાદવ અને રાજેશ મધુભાઈ દસડા નામના શખ્સોને ઝડપી લીધા હતા અને એ ડીવીઝન પોલીસ મોરબીને હવાલે કર્યા હતા.

વધુમાં પોલીસ ત્રણેય આરોપી વિરુધ કાયદેશર કાર્યવાહી હાથ ધરી હતી પોલીસની પૂછપરછમાં આ શખ્સો અમદાવાદથી મોરબી ભુંડ પકડવા આવ્યા હતા, જો કે અન્ય આરોપી નાસી ગયા હોય પોલીસે તમામને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text