વાંકાનેરના કોઠી ગામે ગ્રામપંચાયતની મોટર રીપેરીંગના પૈસા બાબતે મારામારી

- text


વાંકાનેર : વાંકાનેરના કોઠી ગામે ગ્રામ પંચાયતની મોટર રીપેરીંગના નાણાં બાબતે મારામારી થતા ફરિયાદ નોંધાઇ છે.

- text

વાંકાનેરના કોઠી ગામે ગત તા. ૨૯ ના રોજ ગુલાબભાઇ અલાઉદીનભાઇ શેરસીયા ઉવ ૪૦ રહે. કોઠીવાળાને આજ ગામના મુનાફ મામદભાઇ શેરસીયા તથા મુનાક સાથેનો બીજો એક માણસે ફરીયાદીને ગ્રામ પંચાયત ની મોટર રીપેરીંગ ના પૈસા મુનાફની માતા પાસે માંગતા સારૂ નહી લાગતા આરોપીઓએ ફરીને ગાળો આપી જાન થી મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકાવતી ફરી ને માથા માં સામાન્ય ઇજા કરી ગુન્હા માં એક બીજાને મદદગારી કરી મ્હે. મોરબી જિલ્લા મોરબી ના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text