મોરબી : સરકારની જુદી – જુદી યોજનાઓ પ્રશ્ને લડત આપવા ૧ ફેબ્રુઆરીએ મિટિંગ

- text


મોરબી : મોરબી શહેર જિલ્લાના નાગરિકોને રેશનકાર્ડ, આધારકાર્ડ, આર્થિક સહાય યોજના સહિતની સરકારી યોજનાઓના લાભ મળતા ન હોય સામાજિક કાર્યકર દ્વારા આ મુદ્દે લડત આપવા આગામી ૧ ફેબ્રુઆરીએ બપોરે ૩ કલાકે કેસર બાગ ખાતે મિટિંગ યોજવામાં આવી છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવેના જણાવ્યા મુજબ જિલ્લામાં અધિકારીઓની મનઘડંત નીતિને કારણે ચૂંટણી કાર્ડ, અન્નપૂર્ણાં યોજના, વિધવા વૃદ્ધ સહાય, આધારકાર્ડ, બીપીએલ કાર્ડ અને માં અમૃતમ કાર્ડ જેવા ગરીબ વર્ગની મહત્વની યોજનાના લાભ મળવામાં વિલંબ થતો હોય આ મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવા નક્કી કરાયું છે.

- text

વધુમાં આ સંદર્ભે આગામી તા.૧ ફેબ્રુઆરીએ બપોરે ત્રણ વાગ્યે ખાસ મિટિંગ બોલાવવામાં આવી છે જેથી લાભાર્થી લોકોએ મિટિંગમાં ખાસ હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.

- text