મૂળ મોરબીના પત્રકારના કોન્સેપ્ટથી બન્યું પ્રથમ કાઉ કેલેન્ડર

- text


અમદાવાદ ખાતે સોલા ભાગવદ્દ વિદ્યાપીઠમાં સંતો મહંતોને હસ્તે ખુલ્લું મુકાયું કેલેન્ડર

મોરબી : મૂળ મોરબીના અને હાલ અમદાવાદ કર્મભૂમિ બનાવનાર પત્રકારના અનોખા કોન્સેપ્ટ હેઠળ અમદાવાદ સોલા ભગવદ વિદ્યાપીઠ ખાતે પ્રથમ કહી શકાય તેવું કાઉ કેલેન્ડર લોન્ચ કરાયું હતું.

અમદાવાદના સોલા ભાગવદ વિદ્યાપીઠમાં આજે સૌપ્રથમ ગાય આધારીત કાઉ કેલેન્ડર લોન્ચ કરાયુ હતું, કુલ ૧૨ ફોટોમાં બધા જ ફોટોમાં મોડેલ્સની સાથે ગાયને પણ હાઈલાઈટ કરવામાં આવી છે. આ કેલેન્ડરને ૨૦૦ જેટલા રૂષી કુમારોએ મંત્રોચ્ચાર કરીને ભાગવદ વિદ્યાપીઠમાં સંતો મહંતોના હસ્તે ખુલ્લુ મુકાયું હતું. ગૌવંશ વિશે લોકોમાં જાગૃતી આવે અને ગાયો કતલખાને જતી અટકે તેવા ઉમદા હેતુ માટે આ કેલેન્ડર લોન્ચ કરાયું છે અને પ્રચાર પ્રસાર માટે ગૌપ્રેમી વિજય પરસાણાએ ખાસ બનાવ્યું છે.

- text

મજાની વાત એ છે કે આ અનોખો કોન્સેપ્ટ મૂળ મોરબીના રિપોર્ટર હાર્દિક ભટ્ટે ડેવલપ કર્યો હતો. મોરબીના હાર્દિક ભટ્ટ હાલમાં અમદાવાદ ખાતે ટીવી નાઈન ચેનલમાં સિનિયર રિપોર્ટર તરીકે કાર્યરત છે. અને અગાવ બૉલીવુડ ના જાણીતા અભિનેતા અક્ષય કુમારમેં લઈને હાર્દિક ભટ્ટે નાર્કોટિક્સના વિષય પર એક એડ ફિલ્મ પણ બનાવેલી છે.

આ કેલેન્ડર લોન્ચીંગમાં બંસી ગૌશાળાના ગોપાલ ભાઈ સુતરીયા, સોલાભાગવદ ના અનંત રૂષી, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના હરીઓમ ગાંધી સહિતના લોકો હાજર રહ્યાં હતાં.

- text