મોરબીમાં ઝાલાવંશ ના કુળ દેવતા ઝાલા હરપાલસિંહ દાદાની ૯૫૩ મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી

- text


૯૫૩ દિવડાની આરતી કરી જન્મજયંતીની કરાઈ ઉજવણી

મોરબી : મોરબીના શકત શનાળા ગામે ઝાલા પરિવારમાં અનેરો હર્ષોલ્લાસ છવાયો છે.ઝાલાવંશના કુળ દેવતા ઝાલા હરપાલસિંહ દાદાના ૯૫૩ માં જન્મદિવસની ઉજવણી કરવામા આવી હતી. જેમાં ઝાલા પરિવારના તમામ સદસ્યો જોડાયા હતા.

ઝાલાવાડના ઝાલાવંશના કુલપિતા તરીકે પૂજાતા હરપાલસિંહ દાદાનો ૯૫૩ મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.જેમાં મોરબીના શકતશનાળા મંદિર ખાતે ઝાલા પરિવાર દ્વારા કુલપિતા હરપાલસિંહ દાદાના જન્મોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મોરબીના તમામ ઝાલા પરિવારના લોકો મંદિર ખાતે ઉમટી પૂજા અર્ચના કરીને હરપાલસિંહ દાદાની ૯૫૩ મી જન્મજયંતી નિમિતે ૯૫૩ દિવડાની આરતી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા તલવારબાજી ટીમ શકત શનાળા એ ભારે જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમમાં ઝાલા પરિવારના લોકોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાભેર ભાગ લીધો હતો.

- text

ઝાલા કુટુંબના કુળ દેવતા હરપાલસિંહ દાદાનો સોનેરી ઇતિહાસ

સમસ્ત ઝાલા પરિવારના કુળ દેવતા હરપાલસિંહ દાદાનો સોનેરી ઇતિહાસ જોઈએ તો આશરે વિ.સ ૧૧૦૦ ની આસપાસ સિંધના ઈશાન ખૂણેથી ઈશાવતાર કિતીૅગઢના પાટવી કુંવર હરપાલદેવ પોતાના મોસાળ પાટણ પધાયાૅ તેમના નાનાબાપૂ પાટણપતિ શ્રી ભીમદેવ૧ (બાણાવળી) તથા નાનીમાં ઉદયામતી (જેમને વિશ્વ પ્રસિધ્ધ રાણી ની વાવ બંધાવી ) તથા મામા શ્રી કરણદેવ૧ સોલંકી અને મામીસા મીનળદેવી ના સમયમા બાબરોભૂત પાટણ ની રૈયતને અને કરણદેવ૧ સોલંકી ના ઝાંઝમેર વાળા રાણી ફુલાદે ને પોતાની પ્રેત અસૂરી શકિતથી રંજાડતો આ વાત ની જાણ રાજા કરણદેવે પોતાના ભાણેજ કિતીૅગઢના કુમાર હરપાલદેવ ને કરી અને તેજ મહિના ની આસો વદ૧૪ ( કાળી ચૈદશ ) ની કાળી રાત્રીએ કુળદેવી મમૅરાદેવી ને યાદ કરી પોતાના ભાયાૅ કુળઅંબા શકિતદેવી ( પાટણ ના સોલંકી કુળ ના ફટાયા કુવર ભકતરાજ પ્રતાપસસિંહ સોલંકી ના દિકરી હતા ) ની સહાયથી બાબરાભૂત ને વશ કરી અસૂર માંથી સૂર ( બાબરોસૂર ) બનાવ્યો અને મામા કરણદેવ સોલંકીએ આપેલ વચન મુજબ એકજ રાત્રીમા લોહીનું એકપણ ટીપુ રેડ્યા વિના એક જ રાતમાં જગતમાં લીલુડાં તોરણ બાંધી ઇસ્ટદેશ જાગ્રત કર્યો એવા ઈશાવતાર શિવ અંશજ બાપ્પા શ્રી રાજ હરપાલદેવજી ના ૯૫૩ માં પ્રાગટય દિવસ નિમિત્તે ઝાલા પરિવાર દ્વારા આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.

 

- text