ટંકારા : ધ્રુવનગરના ગૌભક્ત ખેડુતપુત્રનો ગરીબ દર્દીઅો પ્રત્યેનો અનોખો સેવાયજ્ઞ

- text


રાજકોટ ડિસ્ટ્રીક્ટ કૉ અોપરેટીવ બેંકની શાખામા મેનેજર પદ સંભાળતા રાજેશભાઈ ભટાસણા ગૌભક્તિ સાથે ગરીબોના બેલી જેવી કામગીરી કરે છે

ટંકારા : ટંકારા તાલુકાના ધ્રુવનગરના વતની ખેડૂતપુત્ર દ્વારા અનોખી ગૌભક્તિ કરવાની સાથે પોતાના વહાલસોયા ગૌમાતાના મૃત્યુ બાદ ગૌ મંદિરનું નિર્માણ કરી ગરીબો , બાળકો માટે અનોખો સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે.

ટંકારા તાલુકાના ધ્રુવનગરના ખેડુતને ત્યાં જન્મેલા રાજેશભાઈ ભટાસણા હાલ રાજકોટ ડિસ્ટ્રીક્ટ કૉ અોપરેટીવ બેંક ની શાખામા મેનેજર પદની નોકરી કરે છે. પહેલાથી જ પોતે ગૌભક્ત હોવાથી તેમના આંગણે ગાયમાતાનો વાશ છે.
નાનપણમાં જ ઉછેરેલી “ગંગા” નામની ગાય કોઈ કારણોસર મૃત્યુંને ભેટતા રાજેશભાઈ ભટાસણાઅે અતિ દુ:ખની લાગણી અનુભવતા આ “ગંગા” નામની ગાયને મોક્ષ મળે તે હેતુથી તેમની જ વાડીઅે ગાયમાતાને તા.૨૧/૧૨/૨૦૧૧ ના રોજ સમાધિ આપી ગાયમાતાનું મંદિર બનાવ્યું છે.

- text

વધુમાં તેમને મળતા પગારમાંથી દર વર્ષે ૪૦ થી ૫૦ હજાર રુપિયાની માતબર રકમ કાઢીને પોતે બનાવેલ “ગંગા અેજયુકેશન અેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” માં જમા કરાવે છે. ટ્રસ્ટની રચના કરીને ગરીબ તેમજ જરુરિયાતમંદ ફેક્ચર કે ભાંગતુટ થયેલ દર્દીઅોને વ્હિલચેર, બેડ, અેર બેડ, વોટર બેડ, કમર બેલ્ટ, ચાલવા માટે ઘોડી, ગરમ પાણીની બેગ જેવી અનેક મેડિકલ સાધનોની નિશુલ્ક સેવા આપે છે અને જયારે પણ દર્દી સ્વસ્થ થઈ ગયા પછી આ કિટ પરત આપી જવાનું રાજેશભાઈ જણાવે છે જેથી આ કિટ બીજા જરુરિયાતમંદને આપી શકાય તેમજ સ્કુલના વિધાર્થીઅોને પણ દર વર્ષે સ્કુલબેગનું વિતરણ પણ કરે છે.

- text