મોરબી લુહાર જ્ઞાતિ વાડીનો ગોલ્ડન જ્યુબિલી ઉત્સવ ઉજવાયો

- text


સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થી સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા

મોરબી : મોરબી મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિના સંગઠનને ૫૦ વર્ષ પૂર્ણ થતાં જ્ઞાતિજનો દ્વારા ગોલ્ડન જ્યુબિલી ઉત્સવનું આયોજન કરી રક્તદાન કેમ્પ, વરિષ્ઠ નાગરિકો તેમજ વિદ્યાર્થી સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ સંહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આજરોજ મોરબી મચ્છુ કઠિયા લુહાર જ્ઞાતિના સંગઠન, બોર્ડિંગ અને ભોજનશાળાને ૫૦ વર્ષ પૂર્ણ થતાં સનાળા રોડ લુહાર જ્ઞાતિની વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ૮૦ લોકોએ રક્તદાન કર્યું હતું તેમજ વાડી નિર્માણમાં યોગદાન આપનાર ૧૪ વરિષ્ઠ નાગરિકોનું સન્માન કરી ધોરણ ૧ થી ૧૨ ના તેજસ્વી છાત્રોનું સન્માન કરાયું હતું.

- text

વધુમાં ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો અને સાંજે જ્ઞાતિની વાડી ખાતે જ્ઞાતિજનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા લુહાર જ્ઞાતિ સંગઠનના અગ્રણી પરેશભાઈ નાગજીભાઈ પઢારીયા, જીજ્ઞેશભાઈ જેન્તીભાઈ મકવાણા, જીતેન્દ્રભાઈ રમણભાઈ રાઠોડ, ચેતનભાઈ ભૂરાભાઈ મકવાણા સાહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text