રવાપર તાલુકા શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીના હસ્તે ધ્વજવંદન કરાયું

- text


દીકરીની સલામ દેશને નામ અંતર્ગત પ્રજાસત્તાક પર્વની ઉજવણી

મોરબી : મોરબીની રવાપર તાલુકા શાળા ખાતે દીકરીની સલામ દેશને નામ અંતર્ગત ગઈકાલે પ્રજાસત્તાક પર્વે આ જ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું અમે શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી પ્રજાસત્તાક પર્વની ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરી હતી.

મોરબીના રવાપર ગામે આવેલ તાલુકા શાળામાં ૬૯ માં પ્રજાસત્તાક પર્વની દીકરીની સલામ થીમ આધારિત ઉજવણી કરી શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડેનિશા કાસુન્દ્રાના હસ્તે રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી, આ તકે શાળાના બાળકો દ્વારા અભિનય ગીત,દેશભક્તિ ગીત, નાટક, વકતૃત્વ સ્પર્ધા, સહિતના આયોજન કરાયુ હતું જેમાં ગ્રામજનો તેમજ વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.

- text

આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરપર્સન રેખાબેન એરવાડિયા, તાલુકા પંચાયત સદસ્ય લાલિતભાઈ કાસુન્દ્રા, રવાપર ગ્રામ પંચાયત સરપંચ રમાંબેન અઘારા, પંચાયતના સદસ્યો, એસએમસી અધ્યક્ષ રીટાબેન પરમાર, સીઆરસીના સંદીપભાઈ આદ્રોજા તથા રવાપર શાળાના નિવૃત શિક્ષકો હાજર રહ્યા હતા.

- text