માળીયાના મોટીબરાર ગામે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરાઈ

- text


માળીયા : માળિયા મિયાંણાના મોટીબરાર ગામની સરકારી શ્રી રત્નમણિ પ્રાથમિક શાળા અને ઇ.બી.બી. મોડેલ શાળાના સયુંકત ઉપક્રમે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધ્વજવંદન “દિકરીની સલામ, દેશને નામ” વિષય અનુસાર ગામની ઉચ્ચ અભ્યાસ કરેલ દીકરી રશ્મિબેન જસાભાઈ કાનગડના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમમાં બંને શાળાના મળીને ધોરણ ૧ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ પ્રજાસત્તાક પર્વ, દેશનું બંધારણ, વ્યસન મુક્તિ, બેટી બચાઓ બેટી પઢાઓ, જેવા વિષયો પર સુંદર વક્તવ્યો, દેશભક્તિ ગીતો, નાટકો તેમજ નાના ભૂલકાઓએ પોતાની પ્રતિભા દેખાડીને ઉપસ્થિત સર્વે મહેમાનો અને ગ્રામજનોને મંત્ર મુગ્ધ કર્યા હતા. તો સાથે ગત વર્ષ ધોરણ ૧ થી ૧૨ માં પ્રથમ નંબર મેળવનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો પણ આપવામાં આવ્યા હતા.

- text

સમગ્ર કાર્યક્રમ બાદ સ્વ.પરબતભાઈ વાલાભાઈ હૂંબલની પુણ્યતિથિ નિમિતે તેમના પુત્ર દ્વારા શાળાના તમામ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમને ખરા અર્થમાં સફળ બનાવવા આર્થિક સહયોગ આપનાર તમામ ગ્રામજનોનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

વિશેષમાં કાર્યક્રમ દરમ્યાન પ્રાથમિક શાળામાં શૈક્ષણિક સેવા આપનાર ગામની જ દીકરી ‘અંકિતાબેન જલાભાઈ ડાંગર’ ને બાબુભાઇ ડાંગર, બલભદ્રસિંહ રાણા અને હરિભાઈ ડાંગર તરફથી રૂ. ૧૫૦૦૦ જેટલી રકમની ભેટ આપવામાં આવી હતી.

- text