મોરબી લાયન્સ પ્રાઇમરી શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ

- text


મોરબી : મોરબીની લાયન્સ પ્રાઇમરી શાળા ખાતે ૬૯ માં પ્રજાસત્તાક પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી.

લાયન્સ બંધુનગર પ્રાથમીક શાળા ખાતે ૨૬ જાન્યુઆરી પર્વે ધ્વજ વંદન કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને ગામના અગ્રણી શૈલેષભાઇ દલસાનિયા, એસએમસી સભ્ય તેમજ વડીલોના હસ્તે બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા અમૂલભાઈ જોશી, જયેશભાઇ સદાતીયા સહિતના શિક્ષકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text

- text