મોરબીના બિલિયા ગામે આજ કી શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીના બિલિયા ગામે ૨૬ જાન્યુઆરી ઉજવણી પ્રસંગે આજ કઈ શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજયો હતો જેમાં બાળકોએ સુંદર કાર્યક્રમ રજૂ કર્યો હતો.

બિલિયા પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિનની રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ આજ કી શામ શહિદો કે નામ ઉજવાયો હતો જેમાં ગામલોકો અને આજુબાજુના લોકોએ આ કાર્યક્રમ નિહાળી બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.

- text

બાળકોના અદભુત પર્ફોમન્સ જોઈ ગ્રામજનો દ્વારા ૮૦,૦૦૦ જેટલો લોકફાળો એકત્ર કરાયો હતો જે શાળાના વિકાસાર્થે વપરાશે આ ઉપરાંત શિક્ષકોની કામગીરી વધાવી તેમનું પણ સન્માન કર્યું. જે બદલ બિલિયા ગામ ગૌરવ અનુભવી હતી.

 

- text