વેજલપર ગામે માળિયા તાલુકાકક્ષાની પ્રજાસતાક દિવસની ઉજવણી કરાઈ

માળીયા : માળિયા મીયાણા તાલુકા કક્ષાની પ્રજાસતાક દિવસની ઉજવણી વેજલપર ગામ ખાતે કરવામાં આવી હતી જેમા માળિયા મીયાણા મામલતદાર એમ.એમ. સોલંકી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

આ તકે પોલીસ, જીઆરડી અને ફોરેસ્ટ વિભાગના જવાનો દ્વારા પરેડ યોજાય હતી.અને શાળાના બાળકો દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો તેમજ મોરબી લાયન્સ કલબ દ્વારા વિધવા બહેનોને સાડીનુ વિતરણ કરવામાં આવ્યુ હતું.

વેજલપર સહકારી મંડળી અને ગ્રામ પંચાયત દ્વારા નિવૃત્ત શિક્ષકો તથા દેશ આઝાદી પછીના હયાત વેજલપર ગામના પુર્વ સરપંચોનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. આ તાલુકા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત માળિયા ડીડીઓ ચાવડા અને મામલતદાર સોલંકી દ્વારા ગ્રામ્ય વિકાસની પાંચ લાખની ગ્રાન્ટનો ચેક વેજલપર ગામના સરપંચને એનાયત કર્યો હતો.