એક શામ શહિદો કે નામ : હળવદમાં સપ્તકલા દ્વારા દેશભક્તિ ગીત સ્પર્ધામાં ચાર ચાંદ લાગ્યા

- text


સપ્તકલા સંગમમાં શૈક્ષણીક સંસ્થાના સંચાલકો, આચાર્યો તેમજ વાલીગણ રહ્યા ઉપસ્થિત

હળવદ : સપ્તકલા સંગમ સંસ્થા દ્વારા સાંદિપની સ્કુલમાં ૨૬મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતોની સ્પર્ધા યોજવામા આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો રજૂ સપ્તકલા સંગમના મંચને ચાર ચાંદ લગાવ્યા હતા. આ સ્પર્ધા ત્રણ વિભાગમાં ધો.૫ થી ૮ તથા ધો ૯ થી ૧૨ તેમજ કોલેજ કક્ષાના ૨૨ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.

જેમાં આ કાર્યક્રમમા પ્રમુખ સ્થાને સુપ્રસિધ્ધ ભજનીક, સંગીતજ્ઞ, હાસ્ય કલાકાર હકાભા ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અતિથિ વિશેષ તરીકે સામાજીક કાર્યકર એટી રાવલ, રમેશભાઇ ઠક્કર, ગોપાલભાઈ ઠક્કર, રોટરી ક્લબ ઓફ હળવદના સેક્રેટરી રાજભા રાણા હાજર રહ્યા હતા.
સપ્તકલા સંગમ કાર્યક્રમ પ્રથમ વિભાગમાં પ્રથમ આવેલ બસુમનારી બબીતા, (આસામ)શિશુમંદિર શાળા, દ્રીતીય સ્થાન દિલીપભાઇ પરમાર, હરેશભાઇ, (મોડલ સ્કુલ) ત્રીજુ સ્થાન પરમાર મંથન સાંદીપની સ્કુલનું આવ્યું હતું. જ્યારે બીજા વિભાગમાં પ્રથમ પરમાર ગાયત્રી – સદભાવના સ્કુલ, દ્રીતીય સ્થાન નિતા રાઠોડ -સાંદિપની સ્કુલ, તૃતીય વિભાગમાં ગઢવી સારંગ- મહર્ષિ ગુરૂકુલને મળેલ હતુ. વિજેતા જાહેર થનાર દરેક વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી શિલ્ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં હતું. તો સાથસાથ હળવદના યુસુફભાઈ ધોલીયા, સોલીડ મહેતા, રમેશ પાઠક, નિરૂભા ગઢવી તરફથી વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અર્પણ કરાયો હતો.

- text

સપ્તકલા સંગમના કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા બાબુભાઇ ગઢવી, ઉદયભાઈ રાઠોડ તથા નેહલબેને સેવા આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સાંદિપની સ્કુલના એમડી હિતેનભાઈ ઠક્કર, પ્રિતેશભાઈ દવે, વિજયભાઈ પટેલ, મેહુલભાઈ ગઢવી, સુરેશભાઈ પટેલ, દિપકભાઈ ચૌહાણ, પ્રતિકભાઈ પાઠક, સુધાકરભાઈ જાની વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ સપ્તકલા સંગમમાં શૈક્ષણીક સંસ્થાના સંચાલકો, આચાર્યો તેમજ મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન પ્રતિકભાઈ દવેએ તેમજ આભારવિધિ હેમેન્દ્ર ભાઈ દવે તથા પ્રતિકભાઈ પાઠકે કરી હતી.

- text