રાષ્ટ્રીગીત સાથે પુત્રીના જન્મદિવસની ઉજવણી : બેટી બચાવો, બેટી પઢાઓના સુત્રને સાર્થક કરાયું

- text


હળવદ : ર૬મી જાન્યુઆરી એટલે પ્રજાસતાક પર્વ તેમજ ગણતંત્ર દિવસની સમગ્ર ભારતભરમાં આન, બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે “બેટી બચાવો, બેટી પઢાઓ”ના સુત્રને સાર્થક કરી હળવદના જાણીતા બિલ્ડરના આગણે ગણતંત્ર પર્વના દિવસે જન્મેલ પુત્રી ધાત્રીના જન્મ દિવસની ઉજવણી રાષ્ટ્રગીત ગાન સાથે કરાઈ હતી જેમાં સૌ કોઈ આમંત્રિત મહેમાનોએ રાષ્ટ્રગીત બાદ શુભેચ્છાઓ આપી હતી.
વૈજનાથ મહાદેવના ટ્રસ્ટીની વ્હાલસોયી દિકરી ધાત્રીના જન્મદિવસની ઉજવણી રાષ્ટ્રગીત ગાન સાથે કરવામાં આવી હતી. યુવા બ્રહ્મ સમાજના પ્રમુખ તેમજ સૌરાષ્ટ્ર કચ્છના યુવા બ્રાહ્મણ સમાજના મહામંત્રી જીગરભાઈ મહેતાની સુપુત્રી ધાત્રીની પ્રથમ જન્મદિન નિમિત્તે મોટી સંખ્યામાં લોકોએ રાષ્ટગીત ગાઇને કરવામાં આવી હતી.

“બેટી બચાવો બેટી પઢાઓ”ના ઉત્તમ ઉદાહરણ સમાજમા પુરૂ પાડ્યું હતું અને જન્મદિવસ નિમિત્તે ભવ્ય ભોજન સમારોહ યોજાયો હતો. હળવદના કન્ટ્રકશન સાથે અને સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા જીગરભાઈ મહેતાની પ્રથમ દિકરીના જન્મદિવસની અનેક લોકોએ સુભેચ્છાઓ પાઠવી હતી.

- text

- text