વાંકાનેરમાં ચોરાવ હોન્ડા સાથે બે ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં ગઈકાલે વાહન ચેકીંગ દરમિયાન જીનપરા જકાત નાકા નજીક પોલીસે શંકાસ્પદ મોટર સાયકલ સાથે બે શખ્સોને ઝડપી લેતા મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો હતો.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ દ્વારા ગાઈકકે જિનપરા જકાતનાકા નજીક વાહન ચેકીંગ કરવામાં આવતું હતું ત્યારે ફિરોઝ કાદરભાઈ મજરુંન ઉ.૪૩ અને ઈરફાન યુનુસભાઈ હેરજા ઉ. ૩૬ રે. બંને વાંકાનેર વાળા શંકાસ્પદ મોટર સાયકલ સાથે નીકળતા પોલીસે અટકાવી પૂછપરછ કરી વાહન ચેક કરતા આ મોટર સાયકલ ચોરીનું હોવાનું ખુલ્યુ હતું.

- text

જેને પગલે પોલીસે બને આરોપીઓની અટકાયત કરી અન્ય વાહન ચોરીમાં સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવા આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

- text