ટંકારા તાલુકામાં રાષ્ટ્રભાવના સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી

- text


ટંકારા : ટંકારા તાલુકાભરમા પર્જાકસતાક પર્વની ઉજવણી ભારે ઉત્સાહ અને ઉમંગથી રાષ્ટ્ર ભાવના સાથે કરવામાં આવી હતી. દરેક ગામડામાં રાષ્ટ્ર પ્રત્યેની સાચી ભાવના વ્યક્ત કરતા અનેક કાયઁક્રમ યોજાયા હતા અને તાલુકા કક્ષાની ઉજવણીમાં ઓટાળા ગામે મામલતદારએ ધ્વજવંદન કર્યું હતું

ટંકારા શહેર અને તાલુકાના દરેક ગામડામાં ૨૬ મી જાન્યુઆરી ગણતંત્ર પર્વની ભારે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને રાષ્ટ્ર ભાવના વ્યક્ત કરતા અનેક કાયઁક્રમો યોજી રાષ્ટ્ર ની આન બાન અને શાન સમા રાષ્ટ્ર ધ્વજને સલામી અપાઇ હતી.

- text

ગ્રામ્ય પ્રજામા અને ખાસ કરીને યુવાધનમા રાષ્ટ્રપ્રેમની ભાવના આપોઆપ ઉભરી હોઇ એવા દૄશ્યો જોવા મળ્યા હતા.ટંકારાના ઓટાળા ગામે મામલતદાર પંડયા દ્વારા ધ્વજવંદન કર્યું હતું અને પીએસઆઈ ચોધરી દ્વારા રાષ્ટ્રધ્વજ ને સલામી આપી હતી બાદમા પોલીસ પરેડનુ નિરીક્ષણ અને રાષ્ટ્રભકિત વ્યક્ત કરતા કાયઁક્રમ અંગકસરતના અનેક કરતબો યુવાધન તેમજ વિધાથીઁઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. ઉપરાંત શહેરની તાલુકા પ્રા.શાળા, કન્યાશાળા, ગાયત્રીનગર શાળા, લાઇફલિંકસ વિધાલય, સરદાર સ્કૂલ તાલુકા પંચાયત સિવિલ કોર્ટમાં જજશ્રી યાદવ સાહેબે બાર એસોસીએશનની સાથે ધ્વજવંદન કર્યું હતું . ઉપરાંત તાલુકાના જબલપુર, હરબટિયાળી, મિતાણા, વિરપર, લજાઇ, સરાયા, નેસડા, લખધીરગઠ , ટોળ, અમરાપર, હડમતીયા, ગજડી, સહિતના દરેક ગામડામાં પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રધ્વજ પ્રસ્થાપિત કરીને ધ્વજ વંદન કરાયુ હતુ. અને દરેક ગામડામાં રાષ્ટ્રીયભાવનાની મશાલ કાયમી પ્રજવલિત રહે તેવા ભાવ સાથે અનેક દેશભકિતના કાયઁક્રમો યોજાયા હતા.

ઉલ્લેખનીય છે કે તાલુકા કક્ષાના ઓટાળા યોજાયેલા ૬૯ મા ગણતંત્ર દીવસ નીમિતે શાળા ના બાળકો એ સુંદર કૃતિઓ રજૂ કરી હતી જેમને પોત્સાહિત કરવા અહીના યુવા નેતા બેચર ધોડાસરા એ તમામ બાળકો ને પોત્સાહિત કર્યા હતા અને અંતમાં મિઠાઇ વહેચીને એકબીજાને સ્વતંત્રતાપર્વની શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી.

- text