હળવદ શહેર અને તાલુકામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

- text


હળવદ પંથકમા પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી :બાળકો દ્વારા વિશાળ રેલી કાઢી સાસ્ક્રૃતિક કાર્યક્રમ યોજાયો

હળવદ : ૬૯માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હળવદમાં રાજોધરજી પ્રાથમિક શાળા ખાતે નગરપાલિકા પ્રમુખના વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજકીય, સરકારી અધિકારીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ધ્વજવંદનના કાર્યક્રમમાં દેશભક્તિના જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાટકો રજૂ કર્યાં હતા.

આ પ્રસંગે કચ્છ ભાજપ પ્રભારી બીપીનભાઈ દવે, પાલિકા પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ પ્રભારી વલ્લભભાઈ પટેલ, તાલુકા પ્રમુખ રજનીભાઇ સંઘાણી, શહેર પ્રમુખ અજયભાઈ રાવલ, ઉપ પ્રમુખ જશુબેન પટેલ, જયેશભાઈ પટેલ, ધનશ્યામભાઈ દવે, કે.જી.થડોદા, દાદભાઈ ડાંગર, ભાવેશભાઈ ઠકકર, પ્રો. કાસુન્દ્રા, હિનાબેન મહેતા, તપનભાઈ દવે, રમેશ ભગત, સંદીપ પટેલ, અશોક પ્રજાપતિ સહિત હળવદ ભાજપ શહેર તેમજ તાલુકાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો તથા અધિકારીઓ, શાળાના આચાર્ય સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.

તો બીજી તરફ પ્રજાસત્તાક પર્વ નિમિતે સમગ્ર ભારત દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હોય ત્યારે હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં તિરંગાને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તદુપરાંત હળવદ તાલુકાના ધ્વજવંદનનો કાર્યક્રમ સાપકડા ગામે યોજાયો હતો.જેમાં તાલુકા કક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણી તાલુકાના સાપકડા ગામે કરવામાં આવી હતી.

આ વેળાએ મોરબી જિલ્લાના મદદનીશ કલેકટર વિજય દહિયા, હળવદ મામલતદાર પી.એમ. મકવાણા, નાયબ મામલતદાર ધીરૂભાઈ સોનગ્રા, તાલુકા વિકાસ અધિકારી એમ.દેસાઈ, આઈ.ડી.ટી.એસ. મમતાબેન તથા શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરી દેશભક્તિના રંગમા રંગાઇ ગયા હતા.

- text

હળવદ પંથકમા પણ પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી :બાળકો દ્વારા વિશાળ રેલી કાઢી સાસ્ક્રૃતિક કાર્યક્રમ યોજાયો

૬૯મા પ્રજાસત્તાક દિનની ઉજવણી સમગ્ર હળવદ પંથકમા રંગેચંગે કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી બાળકો પોતાના અભિનયની ઝાંખી બતાવવા માટે થનગની રહ્યા હતા. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં પણ આવો દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો.
સમગ્ર દેશમાં જ્યારે ૬૯ પ્રજાસત્તાક દિનની કરી રહ્યો છે. ત્યારે માયાપુર, માનગઢ તેમજ માલણીયાદ ગામમાં પણ ગામની સૌથી વધુ ભણેલી દિકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ સાસ્ક્રૃતિક કાર્યક્રમ અંતર્ગત દેશભક્તિ ગીતો, અભિનય ગીતો, નાટક, ગરબા,તેમજ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.ત્યારે માયાપુર ગામે સરપંચ કાતિલાલ, તાલુકા યુવા ભાજપ પ્રમુખ ભરતભાઈ, સુરેશભાઈ, અરવિંદભાઈ તેમજ માનગઢ ગામે સરપંચ પ્રતાપસિંહ ઝાલા, ઉપ સરપંચ ભીખાભાઈ, શાળાના આચાર્ય વિનોદભાઈ તેમજ ખેડૂત આગેવાન જલ્પેશ પટેલ તથા માલણીયાદ ગામમાં સરપંચ ભરતભાઈ, થોભણભાઇ, દયારામભાઈ, ધનશ્યામભાઈ વગેરેએ આ પ્રજાસત્તાક પર્વને યાદગાર બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

- text