હડમતિયા તાલુકા કન્યાશાળામાં પ્રજાસતાકદિનની શાનદાર ઉજવણી કરવામાં આવી

- text


હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયામા ૬૯માં પ્રજાસતાકપર્વની સૌ પ્રથમ દિપ પ્રાગટ્યથી તેમજ રાષ્ટ્રગાન શરુ કરીને રાષ્ટ્રધ્વજને સલામી આપી શરુઆત કરવામા આવી હતી
ત્યારબાદ શ્રી અેમ.અેમ.ગાંધી વિધાલય, શ્રી કન્યા તાલુકાશાળા તેમજ શ્રી કુમારશાળાના વિધાર્થીઅો દ્વારા સ્વાગતગીત…શુભદિન આયો રે, ગોરી રાધાને કાળો કાન, લેરી લાલ અમે ગુજરાતી લાલા, રંગ દે બસંતી, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, પિરામીડ તેમજ નાટકો રજુ કરીને પોતાનું કૌતુક બતાવી સૌ કોઈને દંગ કરી દિધા હતા.
તેમજ બાળકોને પ્રોત્સાહિત કરવા દાતાશ્રીઅો દ્વારા તમામ બાળકોને રોકડ રકમ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ કન્યા કેળવણીને પ્રાધાન્ય આપવા સરકારશ્રીના પરિપત્રને આધિન ગામમાં સૌથી ઉચ્ચ અભ્યાસ અેમ.બી.બી.અેસ ની ઉપાધિ પ્રાપ્ત કરેલ કુ. ડાકા કાજલબેન ને સરપંચશ્રી તેમજ આચાર્યશ્રી દ્વારા શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા આવેલ.
કુ. ડાકા કાજલબેને પ્રાથમિક શિક્ષણ સરકારી પ્રાથમિકશાળામા તેમજ અેસ.અેસ.સી. શિક્ષણ ગામની જ માધ્યિકશાળામા મેળવેલ.
પ્રજાસતાકપર્વની ઉજવણીના પ્રસંગે સરપંચશ્રી, માજી સરપંચશ્રીઅો, સંસ્થાઅોના પ્રમુખશ્રીઅો, ટ્રસ્ટીશ્રીઅો તેમજ મોરબી જીલ્લા પંચાયત સદસ્ય શ્રીમતિ દિનાબેન કામરીયા, ટંકારા તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી જીવણસિંહ ડોડિયા, આચાર્યશ્રીઅો, શિક્ષકગણ, વિધાર્થીગણ,વાલીગણ તથા ગ્રામજનો બહોળી સંખ્યામા જોવા મળ્યા હતા.

- text

સજજનપરમાં પણ સરકારશ્રીના પરિપત્રને આધિન કન્યા કેળવણીને પ્રોત્સાહિત કરવા રાષ્ટ્રધ્વજની સલામી સૌથી ઉચ્ચ અભ્યાસ ધરાવતી અેમ.બી.બી.અેસ. કુ. મારવણીયા આરઝુબેન તેમજ સરપંચ શ્રીમતિ ભાવનાબેન અશોકભાઈ બરાસરા દ્વારા કરવામા આવી હતી.

- text