ઉદ્યોગપતિને ધમકી આપી ખંડણી માંગનાર મોરબીનો શખ્સ ઝડપાયો

- text


ઉદ્યોગપતિને ધમકી આપી ખંડણી માંગનાર મોરબીનો શખ્સ ઝડપાયો

વાંકનેર : વાંકાનેર નજીક સિરામિક ફેક્ટરીના માલિક ઉધોગપતિને લાખો રૂપિયાની ખંડણી મામલે મોરબીના કુખ્યાત શખ્શ દ્વારા ફાયરિંગ કરી જાનથી મારી નાખવા આપેલી ધમકી બાદ ઉદ્યોગપતિએ પોલીસમાં કરેલી ફરિયાદને પગલે પોલીસે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના શ્રોફ રોડ પર આદિત્ય એપાર્ટમેન્ટના રહેવાસી અને વાંકાનેર નજીક જડેશ્વર પાસે સિરામિક ફેક્ટરી ધરાવતા પ્રજ્ઞેશ બેચરભાઈ સુરાણી નામના ઉદ્યોગપતિ પાસેથી ૨૦ લાખની ખંડણી વસુલવા માટે મોરબીના કુખ્યાત શખ્શ ભારૂભા ગઢવીએ ઉદ્યોગપતિને રૂબરૂ તેમજ મોબાઈલ નં ૬૩૫૧૧ ૩૨૧૭૪ અને ૯૦૫૪૭ ૩૨૩૫૧ પરથી ફોન કરીને ગત તા. ૨૨ થી ૨૪ દરમિયાન ધમકીઓ આપવામાં આવી હતી જે સંદર્ભે ઉદ્યોગપતિને ૨૦ લાખની ખંડણી ના આપે તો ફાયરીંગ કરી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

આ મામલે ઉદ્યોગપતિએ વાંકાનેર પોલીસને સમગ્ર બનાવની જાણ કરી હતી અને વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ભારૂભા ગઢવી વિરુદ્ધ ફરિયાદ કરતા વાંકાનેર પોલીસ હરકતમાં આવી હતી અને મોરબીના કુખ્યાત શખ્શ ભારૂભા ગઢવીને દબોચી લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુનાહિત ઈતિહાસ ધરાવતા ભારૂભા ગઢવી નામના શખ્શને ઝડપી લઈને વાંકાનેર પોલીસે રિમાન્ડની તજવીજ આદરી છે તેમજ પોલીસે કરેલી ત્વરિત કામગીરીને ઉદ્યોગપતિઓ પણ બિરદાવી હતી.

- text