ટંકારામાં ભૂલથી દવા વાળું પાણી પી જતા સગીરા ગંભીર

- text


ટંકારા : ટંકારાના ધૂંનડા ખાનપર ગામે ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારીની પુત્રી ભૂલથી જંતુનાશક દવા વાળા વાસણમાં પાણી પી જતા ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા ના ધુનડા ખાનપર ગામે આપદાનભાઈ અજુભાઈ ડાંગરની વાડીમાં ખેતીમજુરી કરતા પરપ્રાંતીય મગનભાઈ ની ૧૬ વર્ષની દીકરી ગીતાબેનને સાંજના સમયે તરસ લાગી હોય અને ખેતરમાં દવા છાટતી વેળાએ ઉપયોગમા લેવાતા ડબ્બામાં ભરેલ દવાવાળું પાણી ભૂલથી પી જતા થોડી વારમા ચકર આવી જતા ટંકારા ૧૦૮ની ટીમને જાણ કરવામાં આવી હતી.

- text

આ મામલે ૧૦૮ના ઈ.એમ.ટી. વલ્લભભાઈ લાઠીયા પાયલોટ રાજુ દુબરીયા તાત્કાલિક પહોચીને સારવાર આપી પ્રથમ ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જો કે સગીરાની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે ૧૦૮ની ટીમ દ્વારા રાજકોટ સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવી છે.

- text