ટંકારામાં જિલ્લા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેર યોજાયો

- text


ટંકારા : જીસીઈઆરટી ગાંધીનગર અને ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ રાજકોટ દ્વારા ટંકારા ખાતે એજ્યુકેશન ઇનોવેશન ફેરનું આયોજન કરાયું હતું જેમાં મોરબી જિલ્લાના મોટાભાગની શાળાઓએ ભાગ લીધો હતો.

શિક્ષણક્ષેત્રે નવા શોધ સંશોધન અને ખાસ કરીને સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે એજ્યુકેશન ઇનોવેશન ફેરનું આયોજન કરાયું હતું.જેમાં બાળકોને નવું નવું શીખવા મળે તે હેતુથી ૩૫ જેટલા નવા ઇનોવેશન રજુ થયા હતા.

આ તકે રાજકોટ ડાયટના પ્રચાર્ય ચેતનાબેન વ્યાસ, ટંકારા આર્ય સમાજના પ્રમુખ અને એમ.પી.દોશી વિદ્યાલયના પૂર્વ આચાર્ય હસમુખ પરમાર, તાલુકા ટીપીઓ બોડાબેન સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

- text

આ ઇનોવેશન ફેરમાં સરકારી શાળાને શ્રેષ્ઠ શાળા ગણવામાં આવે તેવી છાપ ઉભી કરી બાળકોમાં વાંચન વધે અને શિક્ષણનું સ્તર ઉંચુ આવે તેવા પ્રયાસો હાથ ધરવા નવા નવા ઇનોવેશન સૂચવવામાં આવ્યા હતા.

 

- text