મોરબીના સનોરા વિટ્રીફાઇડ ફેકટરીમાં આગ

- text


કોલગેસ પ્લાન્ટમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે

મોરબી માળીયા હાઇ વે પર આવેલ સનોરા સિરામિક ઇન્ડસ્ટ્રીઝના વિટ્રીફાઇડ યુનિટમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોચ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે પર આવેલ સનોરા સીરામીક નામના કારખાનામાં કોલગેસ પ્લાન્ટના બોઇલરમાં આગ લાગતા સિરામિક યુનિટમાં નાશભાગ મચી જવા પામી હતી.

- text

વધુમાં સનોરા સિરામિક યુનિટમાં લાગેલી આગ બુઝાવા મોરબી નગરપાલિકાના ફાયર ફાઇટર સાથે સલિમભાઇ, વસીમભાઇ અને પંડ્યાભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

ફાઇલ તસ્વીર

- text