મોરબીના માધપરમાં જુગાર રમતા સાત ઝડપાયા

- text


પોલીસે રૂપિયા ૨૧૨૦૦ રોકડા જપ્ત કર્યા

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે માધાપર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા સાત શખ્સોને રૂ. ૨૧૨૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- text

જાણવા મળ્યા મુજબ માધાપર શેરી નં. ૯ પાસે આવેલા રામમંદિર પાસે જુગાર રમતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી કિશન પોપટ ભરવાડ, ભરતસિહ ગંભીરસિહ જાડેજા, રતિલાલ દેવરાજલાલ પરમાર, મયુર ગોકુલભાઈ સતવારા, દિપેન રમેશભાઈ લોહાણા, સમીર રામજીભાઈ સતવારા અને કેતન રસિકભાઈ કુબાવતને જાહેરમાં જુગાર રમતા ઝડપી લઈ રૂ. ૨૧,૨૦૦ની રોકડ જપ્ત કરી હતી.

આ મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text