મોરબીમાં મોબાઇલની ફ્લેશ લાઈટના અજવાળે પ્રસુતિ કરાવતી ટીમ ૧૦૮

- text


વિરપર નજીક વાડી વિસ્તારની ઘટના : પ્રસૂતા અને બાળકની જિંદગી બચવાઈ

મોરબી : મોરબી નજીકના વિરપરના વાડી વિસ્તરમાં ટીમ ૧૦૮ દ્વારા વિપરીત સંજોગોમાં મોબાઇલની ફ્લેશ લાઈટના અજવાળે પ્રસૂતાને પ્રસુતિ કરાવી બાળક તથા માતાની જિંદગી બચાવી ખરા અર્થમાં ઉત્તમ કામગીરી કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના વિરપર ગામેથી ૧૦૮ ને કોલ આવતા ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ હતી પરંતુ વાડીનો રસ્તો ખરાબ હોવા ઉપરાંત પ્રસૂતા માતા હંસાબેન કાનજીભાઈ કોળી ઉ. ૨૮ ને પ્રસૂતિનો સમય થઈ ગયો હોય ૧૦૮ ના ઇએમટી મનીષ ચૌહાણ અને પાયલોટ પરાક્રમસિંહે સમય સુચકતા અને સૂઝબિઝથી ઘટના સ્થળે જ પ્રસુતિ કરાવવા નક્કી કર્યું હતું પરંતુ લાઈટ ન હોવાથી મુશ્કેલી પડે તેમ હતી આ સંજોગોમાં ૧૦૮ ટીમે મોબાઇલની ફ્લેશ લાઈટના અજવાળે હંસાબેન કાનજીભાઈની સફળતા પૂર્વક પ્રસુતિ કરવી હતી.

- text

બાદમાં માતા અને નવજાત શિશુને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડી પ્રસુતિ બાદની સારવાર આપવામાં આવી હતી, આમ ટીમ ૧૦૮ દ્વારા વિપરીત સંજોગોમાં મોબાઈલ ફ્લેશ લાઈટના અજવાળે પ્રસુતિ કરાવી લાઈફ સેવિંગની નમૂનારૂપ કામગીરો કરી માનવતાના દર્શન કરાવ્યા હતા.

- text