મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

- text


મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈધારાસભ્યો દ્વારા જુદા -જુદા પ્રશ્નો અંગે સૂચનો રજૂ કર્યા

મોરબી : મોરબી જિલ્લાના સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી આઈ.કે.પટેલની ઉપસ્થિતીમાં કલેકટર કચેરી સભાખંડમાં યોજાઈ હતી.
બેઠકમાં ધારાસભ્યો સર્વશ્રી બ્રીજેશભાઈ મેરજા મહમદ હુશેન પીરજાદા તથા લલીતભાઈ કગથરાએ ઉપસ્થીત રહી રોડ રસ્તાઓ તેમજ ઓવરબ્રિજના વિકાસકામો હાથ ધરાવતા તેમજ ટ્રાફીક નિયમના પ્રશ્નોને ઉકેલ લાવવા બેઠકમાં રજુઆતો કરી હતી.

- text

બેઠકમાં જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે ઉપસ્થિત સબંધિત અધિકારીઓને વિકાસકામો સમય મર્યાદા પૂર્ણથાય તેમજ કામોની ગુણવતા ઉપર ભાર મુકી કામો પર સતત મોનીટરીંગ થાય તે જોવા જણાવ્યું હતું તેમણે સરકારી લેણા તેમજ પેન્શન કેસો અંગે ઝડપી કાર્યવાહી કરવા પણ સબંધિત અધિકારીઓને સુચના આપી હતી

આ બેઠકમાં હળવદ ધાગ્રધ્રાના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા જિલ્લા વિકાસ અધિકારી નિખીલ બર્વે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

- text