મોરબીમાં નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે નિમીતે યોજાઈ વિશાળ રેલી

- text


મોરબી : નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત મોરબીની આરોગ્ય શાખા અને જે.એ.પટેલ મહિલા કોલેજના સયુંકત ઉપક્રમે મોરબીમાં બેટી બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે મોરબી ખાતે આરોગ્ય વિભાગ જિલ્લા પંચાયત અને જે.એ.પટેલ મહિલા કોલેજ દ્વારા બેટી બચાવો, દીકરો – દિકરી એક સમાન સહિતના સુત્રોચ્ચાર સાથે વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું જેમાં કોલેજની ૩૦૦ થી ૩૫૦ બહેનો જોડાઈ હતી.

- text

આ તકે જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ખટાણા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતિરા, પીસી પી.એન.ડી.ટી.ના પ્રમુખ સિસ્ટર રોઝાલી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી બાવરવા, આરસીએચઓ જય નિમાવત, કોલેજના આચાર્ય ડો.પી.કે.પટેલ, બી.ટી.સદાતીયા તથા નવજીવન ટ્રસ્ટના મયુરભાઈ સોલંકી તેમજ અન્ય કર્મચારીઓ ખાસ હાજર રહ્યા હતા.

વધુમાં આ બેટી બચાવો જન જાગૃતિ રેલી મહિલા કોલેજથી નીકળી સનાળા રોડ થઈ હોસ્પિટલ ચોક પહોંચી હતી અને ત્યાંથી પરત કોલેજ ખાતે સંપન્ન થઈ હતી.

 

- text